Kangana Ranaut : બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેણે તાજેતરમાં જ તે ફિલ્મ ધાકડનું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત આવી છે અને હવે તેણે તેના બીજા પ્રોજેક્ટ તેજસ (Tejas)ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. કંગનાએ સોશિયલ મીડિયા (Social media)પર આ માહિતી આપી છે.
કંગના રનૌતની પોસ્ટ અહીં જુઓ
ફોટો શેર કરતી વખતે કંગનાએ કેપ્શનામાં લખ્યું કે,” મારા આગામી મિશન તેજસ તરફ … આજથી શરૂ કરી રહી છુ.” વધુમાં લખ્યું કે,મારી શાનદાર ટીમને કારણે જોશ એકદમ હાઈ છે.તમને જણાવી દઈએ કે,કંગના રનૌત તેજસ ફિલ્મમાં એરફોર્સના પાઇલટ(Airforce Pilot) ની ભૂમિકામાં જોવા મળશે. તેણે પોતાના લુકમાં ડિરેક્ટર સર્વેશ મેવાડા સાથે એક ફોટો શેર કર્યો છે.
જાણો તેજસ ફિલ્મ વિશે
તેજસ ફિલ્મએ ભારતીય વાયુસેનાના પાયલોટની કહાની છે. જેમાં કંગના રનૌત પાયલોટની ભુમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે,’ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના મેકર્સ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ (Produce) કરવામાં આવી રહી છે. કંગનાએ આ ફિલ્મ માટે દિલ્હી, મુંબઈ અને રાજસ્થાનમાં શૂટિંગ કર્યું છે.
તેજસ વિશે વાત કરતાં કંગનાએ જણાવ્યું હતુ કે, તેજસ એક શાનદાર કહાની છે, જેમાં મને એરફોર્સ પાયલોટની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. મને ગર્વ છે કે મને આ ફિલ્મનો ભાગ બનવાની તક મળી છે. આ ફિલ્મ તે બહાદુર મહિલાઓ અને પુરુષોના ત્યાગને સેલિબ્રેટ કરશે, જે રોજ અનેક બલિદાન આપે છે. વધુમાં કહ્યું કે, રોની અને સર્વેશ સાથે આ સફર શરૂ કરવા માટે ઉત્સાહિત છુ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ચાહકો કંગના રનૌતની ફિલ્મ ‘થલાઇવી’ના રિલીઝની (Realease) આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. જો કે ફિલ્મની નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ સિવાય કંગના પાસે ઈમરજન્સી અને મણિકર્ણિકા રિટર્ન્સ: ધ લિજેન્ડ ઓફ દિદા જેવી ફિલ્મો પણ છે.
આ પણ વાંચો: રિયા કપૂરના પતિ કરણે જણાવી તેની લવ સ્ટોરી, આ રીતે થયો હતો પ્રોડ્યુસર સાથે પ્રેમ !