બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પોતાની વાતોને બેબાકીથી રાખવા માટે જાણીતી છે. અભિનેત્રી દરેક મુદ્દા પર પોતાના મંતવ્યો શેર કરે છે. કંગના અને કરણ (Karan) જોહર વચ્ચે લડાઈ હંમેશા ચાલતી રહી છે. કંગનાએ પહેલા કરણના શોમાં તેને ટોણો માર્યો હતો અને ત્યારથી અલગ-અલગ પ્રસંગોએ બંને વચ્ચે મતભેદો જોવા મળ્યા હતા. કંગના ઘણીવાર બોલિવૂડમાં નેપોટિઝમ વિશે બોલે છે. તે ઘણીવાર ફિલ્મ માફિયાના લોકોને નિશાન બનાવતી જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મફેર એવોર્ડનો એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં કરણ એવોર્ડ શો હોસ્ટ કરતો જોવા મળે છે અને કંગનાને એવોર્ડ માટે બોલાવે છે. એવોર્ડ મેળવ્યા પછી કંગના સ્ટેજ છોડવા લાગે છે અને તે સમયે કરણ કંગનાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે, જેને અભિનેત્રી અવગણે છે અને આગળ વધે છે. આ વીડિયોને શેર કરતાં કંગનાએ લખ્યું હાહાહા મારી એટિટ્યૂડ પહેલેથી જ ખરાબ છે. અભિનેત્રીએ બીજી પોસ્ટમાં લખ્યું, ઈન્ડસ્ટ્રીમાં આ મારું પહેલું વર્ષ છે, હું ટીનેજર જેવી હતી પરંતુ એટિટ્યૂડ આવું જ હતું.
2017માં કરણ જોહરના ચેટ શોમાં કંગનાએ ફિલ્મ નિર્માતા કરણ જોહરને બોલિવૂડમાં નેપોટિઝમને પ્રોત્સાહન આપતો ગણાવ્યો હતો, જે બાદ દેશભરમાં તેની મોટી ચર્ચા થઈ હતી અને જે આજ સુધી ચાલુ છે. અભિનેત્રી ઘણીવાર તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ માફિયાઓ સાથે પંગા લેતી જોવા મળે છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ‘થલાઈવી’માં જોવા મળી હતી જેમાં તેણે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા જે. જયલલિતાનું પાત્ર દર્શાવ્યું હતું. ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ સિવાય અભિનેત્રી ‘તેજસ’ (Tejas) અને ‘ધાકડ’ (Dhaakad) જેવી ફિલ્મોમાં જોવા મળશે.
આ સિવાય કંગના ‘અપરાજિતા અયોધ્યા’ (Aparajita Ayodhya)માં સીતાની ભૂમિકા ભજવશે અને મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઑફ દીદ્દા (ManikarnikaReturns: The Legend of Didda)માં દિગ્દર્શન અને અભિનય કરશે. અભિનેત્રી નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) સ્ટારર ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru) પણ પ્રોડ્યુસ કરી રહી છે.
આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ
આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’