Mumbai : બોલિવુડ ક્વીન કંગના રનૌતની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી કંગનાએ (Kangana Ranaut) ભારતની આઝાદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી રહ્યા છે. દેશના ઘણા ભાગોમાં તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે.ત્યારે હાલ કંગના વધુ એક વિવાદિત પોસ્ટને કારણે વિવાદમાં આવી છે. જેના કારણે કંગનાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેના નિવેદનને કારણે મુંબઈમાં તેને રાજકીય પક્ષોના (Political Party) કાર્યકરોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.
થોડા દિવસો અગાઉ જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની જાહેરાત કરી ત્યારે પણ કંગના ગુસ્સે થઈ ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તે એટલી નારાજ હતી કે નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરનાર વ્યક્તિની પોસ્ટ પણ તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સિવાય તેણે ઘણા વિવાદાસ્પદ શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ
આ વિવાદાસ્પદ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર શીખ સમુદાય (Sikh Community) વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આ ફરિયાદ નોંધાવી હતી. સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, કંગના વિરુદ્ધ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં નોંધવામાં આવી છે. સમિતિના લોકોનું કહેવું છે કે કંગનાએ જાણી જોઈને ખેડૂતોના આંદોલનને ખાલિસ્તાની આંદોલન ગણાવ્યું છે. તેણે શીખ સમુદાયના લોકોની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડી છે.
જુઓ બોલિવુડ ક્વીનના ઘરનો નજારો
કંગનાની વધી મુશ્કેલી…
અહેવાલો અનુસાર, મુંબઈમાં કેટલીક સંસ્થાઓ પણ કંગના વિરુદ્ધ ફરિયાદ કરવાની તૈયારી કરી રહી છે. તેમની વિરુદ્ધ પ્રદર્શન પણ થઈ શકે છે. તેથી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ઘરની બહાર પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. viral bhayani એ તેના ઈન્સ્ટાગ્રામ પર કંગનાના ઘરની બહારના વિઝ્યુઅલ (Visual) શેર કર્યા છે. જેમાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કંગનાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા