Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

બોલિવૂડ અભિનેત્રી કાજોલ (Kajol) આજે 5 ઓગસ્ટે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલે ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. તેમના જન્મદિવસ પર, ચાલો તમને તેમની નેટવર્થ (Net Worth) વિશે જણાવીએ.

Kajol Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે Kajol, એક ફિલ્મ માટે લે છે આટલી ફી
Kajol
| Edited By: | Updated on: Aug 05, 2021 | 10:10 PM

માત્ર 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં પગ મુકનાર અભિનેત્રી કાજોલે (Kajol) આજે પોતાની અલગ ઓળખ બનાવી છે. કાજોલને તેમની પહેલી ફિલ્મથી બહુ ઓળખ મળી નહોતી, પરંતુ તે પછી તેમણે બાઝીગર ફિલ્મથી દરેકના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું હતું. કાજોલ અભિનેત્રી સાથે, તે એક શાનદાર ડાન્સર, બિઝનેસવુમન અને ફિટનેસ ફ્રીક પણ છે. તે બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. કાજોલનો જાદુ હજુ પણ મોટા પડદા પર ધૂમ મચાવી રહ્યો છે. કાજોલ આજે 5 ઓગસ્ટે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. કાજોલના જન્મદિવસે, અમે તમને તેમની નેટવર્થ વિશે જણાવીએ છીએ.

કાજોલના અભિનયના આજે પણ દુનિયાભરના લોકો દીવાના છે. તેમને ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો થઈ ચુક્યા છે. અભિનયની સાથે સાથે કાજોલ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરે છે.

એક અહેવાલ મુજબ કાજોલ લગભગ 180 કરોડની સંપત્તિની માલિક છે. તેમની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મો, સ્ટેજ શો અને તેમની મેક-અપ બ્રાન્ડમાંથી આવે છે. અહેવાલો અનુસાર, કાજોલની એક વર્ષની કમાણી 3-4 કરોડ છે. તેઓ એક ફિલ્મ કરવા માટે લગભગ 4 કરોડ ચાર્જ કરે છે.

 

કાજોલનું ઘર

અહેવાલો અનુસાર, કાજોલનું મુંબઈમાં ખૂબ જ વૈભવી અને ક્લાસિક ઘર છે. કાજોલની બિલ્ડિંગનું નામ શિવ શક્તિ છે. આ ઘર તેની માસ્ટરપીસ આર્કિટેક્ચર માટે જાણીતું છે.

કાજોલની કાર

કાજોલ પાસે વૈભવી કાર ઓડી Q7 છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ કાર કાજોલને તેમના પતિ અજય દેવગને ભેટમાં આપી હતી.

મળી ચુક્યા છે આ એવોર્ડ

કાજોલને તેમના શ્રેષ્ઠ અભિનય માટે ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં 6 ફિલ્મફેર પુરસ્કારોનો સમાવેશ થાય છે. વર્ષ 2011 માં કાજોલને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાજોલ છેલ્લે ફિલ્મ ત્રિભંગમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ઘણી પસંદ કરવામાં આવી હતી. કાજોલે હજી સુધી તેમના નવા પ્રોજેક્ટની કોઈ જાહેરાત કરી નથી.

 

આ પણ વાંચો :- અજય દેવગણે, જન્મદિવસે Kajolને ખાસ રીતે પાઠવી શુભેચ્છા, કહ્યુ તમે મારા ચહેરાની મુસ્કાન

આ પણ વાંચો :- Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી