Kader Khan Death Anniversary: 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કાદર ખાને છોડી દીધું હતું વિલનના રોલ નિભાવવાનું, આ બાદ બની ગયા કોમેડી કિંગ

|

Dec 31, 2021 | 7:07 AM

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબરે અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમનો પરિવાર અફઘાનિસ્તાન છોડીને મ મુંબઈમાં સ્થાયી થઇ ગયો હતો.

Kader Khan Death Anniversary: 300થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કાદર ખાને છોડી દીધું હતું વિલનના રોલ નિભાવવાનું, આ બાદ બની ગયા કોમેડી કિંગ
Kader Khan Death Anniversary (File photo)

Follow us on

કાદર ખાન હવે આ દુનિયામાં નથી પરંતુ તે જ્યાં પણ છે ત્યાં ખુશ હશે . આજે પણ આપણે કાદર ખાનને (Kader Khan) યાદ કરી રહ્યા છીએ અને તેમને યાદ કરવાનું મોટું કારણ તેમની ફિલ્મો છે પરંતુ આજે 31મી ડિસેમ્બર એટલે કે આજે તેમની પુણ્યતિથિ છે. 31 ડિસેમ્બર 2018 ના રોજ કેનેડાના ટોરેન્ટોમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કાદર ખાન એક એવું નામ જે ભૂલી ન શકાય. અભિનયની સંસ્થા હતા કાદર ખાન. તેઓ દરેક દિલના અઝીઝ કલાકારો પૈકી એક હતા. કાદર ખાને જે પણ રોલ નિભાવ્યો હતો તેમાં તે પોતાનો જીવ લગાડી દેતા હતા. તેને સ્ક્રીન પર જોઈને એવું લાગતું હતું કે આ સીન તેના માટે જ લખવામાં આવ્યો છે કારણ કે તે આ સીનમાં એટલી હદે ઉતરી જતો હતા કે એવું લાગતું હતું કે આ તેની અગ્નિપરીક્ષા છે.

કોમેડીથી લઈને વિલન સુધીના રોલ નિભાવ્યા
તેણે ફિલ્મોમાં વિલનથી લઈને કોમેડિયનના રોલ ભજવ્યા હતા અને તે દરેક રોલમાં ફિટ દેખાતા હતા. તેણે દરેક કિરદારથી લોકોના દિલ જીતી લીધા. કાદર ખાન એક સારા કલાકાર હોવા ઉપરાંત એક સારા માણસ અને મહાન લેખક પણ હતા. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોનાબેસ્ટ ડાયલોગ્સ લખ્યા, જેને લોકો આજે પણ રિપીટ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબરે અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમનો પરિવાર અફઘાનિસ્તાન છોડીને ભારતમાં મુંબઈમાં સ્થાયી થયો હતો. કહેવાય છે કે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ તેનો પરિવાર મુંબઈના સૌથી ગંદા અને કુખ્યાત વિસ્તાર કમાટીપુરામાં રહેતો હતો. તે દિવસોમાં કાદર ખાનની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેણે ધીમે-ધીમે ભણવાનું શરૂ કર્યું અને તેના પછી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો અને પછી તેની કોલેજમાં નાટકના પાત્રો લખવાનું શરૂ કર્યું.

250 ફિલ્મોના લખ્યા ડાયલોગ્સ

થોડા સમય પછી, તેઓ એક કૉલેજમાં લેક્ચરર બન્યા હતા. પરંતુ તેમના લેખન પ્રત્યેના જુસ્સાએ તેમને દરેક પગલે કંઈક બીજું કરવાની પ્રેરણા આપી. જો કે, આ પછી પણ તેણે નાટકો લખવાનું બંધ ન કર્યું અને પછી જોતા જ તેણે ફિલ્મોના સંવાદો પણ લખવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેણે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું. તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં તેમને સૌથી વધુ વિલનની ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી. પણ તેને જે પણ મળતું તે ખૂબ જ સરળતાથી કરી લેતા હતા. જેના કારણે તેને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો.

એક સમય એવો આવ્યો જ્યારે તેણે વિલનનું પાત્ર ભજવવાનું બંધ કરી દીધું અને ત્યાર બાદ તેણે કોમેડી કરવાનું શરૂ કર્યું. કાદર ખાને ગોવિંદા સાથે ઘણી કોમેડી ફિલ્મો કરી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. તેમની ફિલ્મી કારકિર્દીમાં, તેમણે દાગ, પરવરિશ, સુહાગ, કુરબાની, નસીબ, યારાના, કુલી, આંટી નંબર 1, દુલ્હે રાજા, આંખીઓ સે ગોલી મારે અને દીવાના મેં દિવાના સહિત લગભગ 300 ફિલ્મોમાં અભિનય કર્યો અને લગભગ 250 ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા.

આ પણ વાંચો : BHARUCH : વર્ષ 2021માં 37,981 મિલ્કત દસ્તાવેજ રજીસ્ટર્ડ થયા, કોરોનાકાળમાં સંખ્યામાં વધારા પાછળ આર્થિક સંકટ કે રોકાણનો નવો વિકલ્પ જવાબદાર?

આ પણ વાંચો : ITR Filing : જો તમે આજે છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો તો આ 7 દસ્તાવેજ સાથે રાખો, તે તમારી ચિંતા કરશે

Next Article