RRR ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બદલ જુનિયર NTRએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ 'RRR' ખુબ જ સફળતા મેળવી રહી છે. આ ફિલ્મથી અન્ય સફળ ફિલ્મો જેવી કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'બચ્ચન પાંડે' ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ ખાસી અસર પડી રહી છે.

RRR ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બદલ જુનિયર NTRએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
RRR Movie Poster File Photo
| Edited By: | Updated on: Mar 31, 2022 | 7:38 AM

જાણીતા ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલીની (S.S. Rajamauli) મેગા બજેટ ફિલ્મ ‘RRR’ ગત તા. 25/03/2022ના રોજ રિલીઝ થઈ ત્યારથી જ તેના ઐતિહાસિક કલેક્શન સાથે બોક્સ-ઓફિસના અનેક રેકોર્ડસ  તોડી નાખ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ તેલુગુ ભાષા ઉપરાંત, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ થઇ છે. અત્યારે આ ફિલ્મ લોકોમાં ખુબ જ ધૂમ મચાવી છે. આ ફિલ્મના કલાકારો પણ વિશ્વભરના દર્શકો  તરફથી અપાર પ્રશંસા પ્રાપ્ત કરી રહ્યા છે. આ ફિલ્મથી જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અજય દેવગને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું છે.

ઉત્કૃષ્ટ આવકાર અને સમીક્ષકોની શ્રેષ્ઠ સમીક્ષાઓથી અભિભૂત થયેલા તેલુગુ સુપરસ્ટાર જુનિયર NTR કે જેણે આ ફિલ્મમાં કોમરમ ભીમનું પાત્ર ભજવ્યું છે, તેણે તેના Instagram પર તાજેતરમાં આ ફિલ્મ અંગે કૃતજ્ઞતાની હૃદયસ્પર્શી નોંધ શેર કરી છે. અભિનેતાએ ફિલ્મની અદ્ભુત બોક્સ-ઓફિસ સફળતા માટે કૃતજ્ઞતા અને આનંદ વ્યક્ત કરતા એક લાંબી નોટ પોસ્ટ કરી છે.

 

“આભાર! તમે બધાએ RRRના ભરપૂર વખાણ કર્યા અને ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી અમારા પર પ્રેમનો વરસાદ કર્યો. મારી કારકિર્દીમાં RRR, એક સીમાચિહ્નરૂપ ફિલ્મ બનાવનાર દરેકનો આભાર માનવા માટે હું થોડો સમય આજે ફાળવવા માંગુ છું.”

અમે તમને જણાવી દઈએ કે, 1996માં ‘રામાયણમ’ સાથે બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેતાએ માસ્ટર ફિલ્મ નિર્માતા રાજામૌલીનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ આગળ કહ્યું કે, રાજામૌલીએ એક અભિનેતા તરીકે તેમને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હું તમારા વિના RRRમાં અભિનયની કલ્પના કરી શકતો નથી. જુનિયર એનટીઆર આગળ વ્યક્ત કરે છે.

 

 

‘સ્ટુડન્ટ નંબર 1’ અભિનેતાએ પણ તેની પોસ્ટમાં સહ અભિનેતા રામ ચરણની પ્રશંસા પણ કરી હતી અને તેનો  આભાર માન્યો હતો. જુનિયર એનટીઆરએ રામ ચરણની પ્રશંસા કરતા કહ્યું કે, ફિલ્મમાં અલુરીના પાત્ર સાથે કોઈ ન્યાય કરી શક્યું ન હોત.

અભિનેતાએ આલિયા ભટ્ટ અને એપિક એક્શન ડ્રામામાં ભાગ ભજવનાર અન્ય લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જુનિયર એનટીઆરે ભારતીય ફિલ્મ સમુદાય અને મીડિયાનો પણ તેમના બહોળા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો  હતો.

 

અમે તમને જણાવી દઈએ કે, ‘RRR’ એ વિશ્વવ્યાપી બોક્સ-ઓફિસ કલેક્શનમાં રૂ. 500-કરોડના આંક પર પહોંચી ચુકી છે. જાણીતા મૂવી ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે જણાવ્યું હતું કે, આ ફિલ્મે કોવિડ-19 અને પોસ્ટ પેન્ડેમિક એરા દરમિયાન ભવિષ્યની ફિલ્મો માટે એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

 

આ પણ વાંચો – RRR Box Office Collection : RRR નું ક્લેકશન 600 કરોડની નજીક,SS રાજામૌલીની ફિલ્મે પોતાના નામે કર્યો નવો રેકોર્ડ