Jawan Teaser: ‘જવાન’માં શાહરૂખ ખાનનો લુક જોઈને ફેન્સ થઈ ગયા હેરાન, કહ્યું- ‘બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે પાછો ફર્યો કિંગ ખાન’

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે, જે એક્શનથી ભરપૂર હશે. આ ફિલ્મનું નામ 'જવાન' છે, જેનું ટીઝર આવી ગયું છે.

Jawan Teaser: જવાનમાં શાહરૂખ ખાનનો લુક જોઈને ફેન્સ થઈ ગયા હેરાન, કહ્યું- બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે પાછો ફર્યો કિંગ ખાન
Jawan teaser
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:32 PM

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની (Shahrukh Khan) ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2023માં રિલીઝ થશે, જે એક્શનથી ભરપૂર હશે. આ ફિલ્મનું નામ ‘જવાન’ (Jawan) છે, જેનું ટીઝર આવી ગયું છે. દક્ષિણના ફિલ્મ નિર્માતા એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એક્શનથી ભરપૂર હોવાનું કહેવાય છે. ફિલ્મના ટીઝરમાં શાહરૂખ ખાનનો લુક ખૂબ જ આશ્ચર્યજનક છે. ટીઝરમાં જોઈ શકાય છે કે શાહરૂખના મોં પર પાટો બાંધવામાં આવ્યો છે. એવું લાગે છે કે તેઓને ઘણું નુકસાન થયું છે. આ ટીઝરે જ લોકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા છે. લોકો અત્યારથી જ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાને પોતે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પોસ્ટ શેયર કરતા જણાવ્યું છે કે તેની આગામી ફિલ્મ ‘જવાન’ જબરદસ્ત એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.

‘જવાન’નું ધમાકેદાર ટીઝર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ શાહરૂખ ખાનનો જબરદસ્ત લુક જોઈને ‘રીટર્ન ઓફ કિંગ’ કહ્યું છે તો કેટલાકે કહ્યું છે કે ‘બોક્સ ઑફિસ પર રાજ કરવા માટે બાદશાહ ફરી આવી રહ્યો છે’.

ચાલો એક નજર કરીએ કેટલીક ટ્વીટ્સ પર…