ઝી ટીવીના (Zee Tv) કોમેડી કાર્યક્રમ ‘ઝી કોમેડી શો’માં (Zee Comedy Show) નવા સભ્ય મુબીન સૌદાગર (Mubeen Saudagar) સહિત તમામ 10 હાસ્ય કલાકારો કેટલાક કોમેડી એક્ટ કરતા જોવા મળ્યા હતા. આ એક્ટ સાથે હંમેશની જેમ, આ શોના લાફિંગ બુદ્ધા ફરાહ ખાને પણ પોતાની સમજશક્તિથી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું.
આ ખાસ પ્રસંગે ફરાહ ખાને (Farah Khan) સંકેત ભોસલે પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા આપતા એવી વાત જણાવી કે સૌ કોઈ ચોંકી ગયા. સંકેત ભોસલે એ આ એક્ટમાં પ્રખ્યાત ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરની (Javed Akhtar) નકલ કરી હતી.
હકીકતમાં, આ વખતના એપિસોડમાં મુબીન સૌદાગર સાથે ડોક્ટર સંકેત ભોસલેએ મનોરંજનની ફ્લેવર આમાં ઉમેરી અને સિદ્ધાર્થ સાગરે મુશાયરા એક્ટ કરીને દરેકને ખુબ હસાવ્યા.
આ એક્ટ દરમિયાન સંકેત ભોસલે પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરની નકલ કરતા જોવા મળ્યા હતા અને તેમણે પોતાના અભિનયથી દરેકને પ્રભાવિત કર્યા હતા. તેણે આ પાત્રને ખૂબ સારી રીતે પકડ્યું છે, તેમજ તેમની કવિતા, સંવાદ, પંચ અને કોમિક ટાઈમિંગ પણ એટલો સારો હતો કે તે શોમાં છવાઈ ગયા ગયો.
ગયા અઠવાડિયે કરી હતી મિમિક્રી
ગયા અઠવાડિયે બીગ લોસ એક્ટ (Parody Of Bigg Boss) પછી આ બીજી વખત છે કે તેણે ઝી કોમેડી શોમાં જાવેદ અખ્તરની નકલ કરી હોય. આ વખતે ફરાહે કહ્યું કે તેણે આ એક્ટ તેના અંકલ જાવેદ અખ્તરને બતાવ્યું હતું, જાવેદ અખ્તર સંકેતનું એક્ટ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
“સંકેતને મારી સામે ક્યારેય ના લાવતા”
ફરાહ ખાને કહ્યું કે સંકેત જાવેદ અખ્તરનો આ રોલ મારો ફેવરિટ છે. તેનું ટાઇમિંગ, પંચ અને બધું જ શાનદાર હતું. આ શોનું મારું પ્રિય પાત્ર છે. જાવેદ અખ્તર મારા કાકા છે અને મેં તેમને બાળપણથી જોયા છે. હું કહેવા માંગુ છું કે સંકેતે પાત્ર ખુબ સારી રીતે પકડ્યું છે. ખરેખર મેં તેમને તારા એક્ટનો વિડીયો પણ મોકલ્યો હતો અને તે જોયા પછી તે ખૂબ જ હસ્યા. અને કહ્યું કે સંકેતને મારી સામે ક્યારેય ના લાવતા. ફરાહે આ વાત ખુબ જ રમુજી રીતે કહી હતી. ખરેખર સંકેત ખુબ જ ઝીણવટ પૂર્વક આ પાત્ર ભજવે છે. દરેક દર્શકને તેનું આ પાત્ર જોઇને એમ જ થાય છે કે હૂબહૂ જાવેદ સાહેબ જ કોમિક અવતાર લઈને આવ્યા છે.
આ પણ વાંચો: Bigg Boss Ott: નજીક આવી રહ્યા છે શમિતા અને રાકેશ, કેમેરા સામે કહ્યું -મને કિસ કરો, પછી શું થયું જુઓ
આ પણ વાંચો: Birthday Special: નાગાર્જુનનું જીવન પણ રહ્યું છે ફિલ્મી, જાણો કેવી રીતે લાઈફમાં થઈ વાઈફ અમલાની એન્ટ્રી
Published On - 12:20 pm, Sun, 29 August 21