Janmashtami 2021: આ ટીવી સ્ટાર્સે ભજવી છે શ્રી કૃષ્ણની ભૂમિકા, ચાહકો વચ્ચે મેળવી મોટી સફળતા

|

Aug 30, 2021 | 8:53 PM

જન્માષ્ટમી (Janmashtami) ના પવિત્ર તહેવારને લઈને ભક્તો આજે ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલાક એવા કલાકારો વિશે જણાવી રહ્યા છીએ જે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને ઘર ઘરમાં છવાઈ ગયા.

Janmashtami 2021: આ ટીવી સ્ટાર્સે ભજવી છે શ્રી કૃષ્ણની ભૂમિકા, ચાહકો વચ્ચે મેળવી મોટી સફળતા
Janmashtami 2021

Follow us on

આજે, કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભક્તો સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે જન્માષ્ટમી (Janmashtami) નો તહેવાર ઉજવી રહ્યા છે. આ પવિત્ર તહેવાર 30 ઓગસ્ટ એટલે કે આજે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે. દરેક ભક્ત ભગવાન કૃષ્ણની ભક્તિ જુદી જુદી રીતે કરે છે.

આવા ઘણા સ્ટાર્સ છે જેમણે પડદા પર ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ સ્ટાર્સે ભૂમિકા ભજવતી વખતે દરેકને ભગવાનની મહાનતાનો પરિચય આપ્યો છે. શ્રી કૃષ્ણનું પાત્ર ઘણા કલાકારો દ્વારા પડદા પર જીવંત કરવામાં આવ્યું છે, ત્યારબાદ તેઓ ચર્ચામાં આવી ગયા છે. આજે, જન્માષ્ટમી નિમિત્તે, અમે આવા સ્ટાર્સ સાથે તમને બધાને પરિચય કરાવીએ છીએ

નીતીશ ભારદ્વાજ (Nitish Bhardwaj)

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

જ્યારે પણ પડદા પર ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનારા સ્ટાર્સનું નામ લેવામાં આવે છે ત્યારે અભિનેતા નીતીશ ભારદ્વાજનું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. તે બી.આર.ચોપરાના શો ‘મહાભારત’માં શ્રી કૃષ્ણ બનીને ઘરે ઘરે પ્રખ્યાત થયા હતા. એટલું જ નહીં, નીતિશ ‘વિષ્ણુ પુરાણ’માં ભગવાન વિષ્ણુ અને તેમના ઘણા અવતારોમાં પણ જોવા મળ્યા હતા.

સર્વદમન ડી બનર્જી (Sarvadaman D Banerjee)

ચાહકોને આજે પણ રામાનંદ સાગરનો પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણ’ યાદ છે. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. સર્વદમન સિરિયલમાં ભગવાન કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

સૌરભ રાજ જૈન (Saurabh Raj Jain)

પોતાની સ્માઈલથી ચાહકોને દિવાના બનાવી દેવા વાળા સૌરભ જૈનને આમ તો આપણે ઘણા શોમાં જોઈ ચુક્યા છીએ. પરંતુ આજે પણ સૌરભ શ્રી કૃષ્ણ તરીકે ઓળખાય છે. તેઓ 2013 માં આવેલ શો ‘મહાભારત’માં તેમની ભૂમિકા માટે જાણીતા છે.

વિશાલ કરવાલ (Vishal Karwal)

‘એમટીવી રોડીઝ’ અને ‘એમટીવી સ્પ્લિટ્સવિલા’ જેવા શોઝમાં વિશાલને ચાહકોએ જોયો હતો. જોકે, તે ત્રણ સિરિયલોમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બન્યો હતો. આ ત્રણ સિરિયલો હતી ‘દ્વારકાધીશ – ભગવાન શ્રી કૃષ્ણ’, ‘નાગાર્જુન – એક યોદ્ધા’ અને ‘પરમાવતાર શ્રી કૃષ્ણ’.

સુમેધ મુદગલકર (Sumedh Mudgalkar)

સુમેધ આ દિવસોમાં શો ‘રાધાકૃષ્ણ’ માં શ્રી કૃષ્ણની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. સુમેધ મુદગલકરના પાત્રને દરેક પસંદ કરી રહ્યા છે. અભિનેતાએ પોતાની અભિવ્યક્તિથી દરેકનું દિલ જીતી લીધું છે. સીરિયલની કથા રાધા અને કૃષ્ણના પ્રેમ પર આધારિત હતી.

 

આ પણ વાંચો :- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

 

આ પણ વાંચો :- Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

Next Article