જાહ્નવી કપૂર રેડ કલરના શાનદાર આઉટફિટમાં જોવા મળી, જુઓ Viral Video

આ શાનદાર લુકની વાત કરીએ તો, જાહ્નવી વિધાઉટ મેકઅપ સાથે જોવા મળી રહી છે. તેની કુદરતી સુંદરતા ચાહકોને તેના તરફ ખુબ આકર્ષિત કરી રહી છે. જિમ બહાર એક્સરસાઇઝ કર્યા પછી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ક્યૂટ અંદાજમાં જોવા મળી રહી છે.

જાહ્નવી કપૂર રેડ કલરના શાનદાર આઉટફિટમાં જોવા મળી, જુઓ Viral Video
Janhvi Kapoor (File Photo)
| Edited By: | Updated on: May 08, 2022 | 12:12 PM

બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood) જાહ્નવી કપૂર (Janhvi Kapoor) તેના લેટેસ્ટ વીડિયોઝ અને ફોટોઝને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર જોડાયેલી રહે છે. જાહ્નવી કપૂરની એક ઝલક જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. જાહ્નવી કપૂર દરરોજ પોતાની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને દીવાના બનાવે છે. તાજેતરમાં, જાહ્નવી કપૂરનો મોર્નિંગ જીમનો લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી રેડ કલરના જિમ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર, જાહન્વી કપૂરનો જીમમાંથી આવતો એક વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જાહ્નવી રેડ કલરના જિમ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ આઉટફિટ સાથે તેણે વ્હાઈટ કલરના શૂઝ પહેર્યા છે. જાહ્નવીએ આ કૂલ લૂક કમ્પ્લીટ કરવા માટે બ્લેક કલરનું ટ્રાન્સપરન્ટ જેકેટ પહેર્યું છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જાહ્નવી કપૂર તેની કાર તરફ જતી જોવા મળી રહી છે. જાહ્નવીએ પાપારાઝી સમક્ષ ક્યૂટ પોઝ આપ્યા છે. એક્ટ્રેસના આ વીડિયોને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર જાહ્નવીની બીજી પોસ્ટ પણ વાયરલ થઇ રહી છે. લોકોએ આ લેટેસ્ટ પોસ્ટને ઘણો પ્રેમ આપ્યો છે. પોસ્ટ થયાના થોડા સમય બાદ, થોડીવારમાં તેના પર હજારો લાઈક્સ આવી ગઈ હતી. ચાહકોએ આ પોસ્ટ પર અનેક ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘સો ક્યૂટ’, બીજા યુઝરે લખ્યું છે કે, ‘દરેક કલર જાહ્નવી પર ખુબ આકર્ષક લાગે છે.’ જયારે ત્રીજા યુઝરે કહ્યું કે, ‘તેણી અત્યંત ખુબસુરત છે.’ તેણીના વફાદાર ચાહકો હંમેશા તેની સોશિયલ મીડિયા પર અઢળક પ્રેમ વરસાવતા હોય છે.

 

Published On - 12:10 pm, Sun, 8 May 22