સુકેશ સાથે ફોટો વાયરલ થયા બાદ પહેલીવાર જાહેર સ્થળ પર જોવા મળી જેકલીન ફર્નાન્ડીઝ, જુઓ VIDEO

લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેનારી જેકલીન ફર્નાન્ડીઝ વેલેન્ટાઈન ડે પહેલીવાર જાહેર સ્થળ પર જોવા મળી હતી.

સુકેશ સાથે ફોટો વાયરલ થયા બાદ પહેલીવાર જાહેર સ્થળ પર જોવા મળી જેકલીન ફર્નાન્ડીઝ, જુઓ VIDEO
Jacqueline Fernandez (File Photo)
| Edited By: | Updated on: Feb 15, 2022 | 3:00 PM

Viral Video : જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ગત વર્ષે સુકેશ ચંદ્રશેખરને (Sukesh Chandrasekhar)  કારણે ઘણી ચર્ચામાં રહી હતી. તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર પર કરોડોની છેતરપિંડીનો (Money Laundering Case) આરોપ છે. તે હાલમાં જેલમાં છે અને તેના કેસની તપાસ ચાલી રહી છે. આ કેસની તપાસ દરમિયાન જેકલીનનું નામ પણ સામે આવ્યુ હતુ.

સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી

સુકેશે પુછપરછ દરમિયાન જણાવ્યુ હતુ કે, તેણે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી છે. આ સમાચાર સામે આવ્યા ત્યારે જ જેકલીન અને સુકેશના કેટલાક ફોટા વાયરલ(Photos Viral)  થયા હતા. વાયરલ તસવીરોમાં બંને એકબીજાની નજીક જોવા મળ્યા હતા.ત્યારબાદ જેકલીન અને સુકેશ ખુબ ચર્ચામાં આવ્યા હતા.

આ મામલો સામે આવ્યા બાદ જેકલીન ઘણા સમયથી કોઈ જાહેર સ્થળ પર જોવા મળી નહોતી. પરંતુ વેલેન્ટાઈન ડેના દિવસ પર ચાહકોને તેની એક ઝલક જોવા મળી. અભિનેત્રી તેના મિત્રો સાથે પાર્ટીમાં આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી.

જુઓ વીડિયો

જેકલીનની પ્રોફેશનલ લાઈફ

જેકલીનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તાજેતરમાં તે ભૂત પોલીસ ફિલ્મમાં જોવા મળી હતી જેમાં તેની સાથે સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને યામી ગૌતમ લીડ રોલમાં હતા. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ઉપરાંત જેકલીનનું તાજેતરમાં મુડ મુડ કે… રિલીઝ થયુ છે જેમાં તેની સાથે હોલીવુડ સ્ટાર મિશેલ મોરોન છે. બંનેની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. અત્યારે જેકલીનની નજીકની ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં બચ્ચન પાંડે, એટેક, વિક્રાંત રોના, સર્કસ અને રામ સેતુનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Bachchhan Pandey : અક્ષય કુમારે ફિલ્મનુ પોસ્ટર શેર કરી ટ્રેલર વિશે આપી માહિતી, આ તારીખે રિલીઝ થશે ટ્રેલર