ગાંધી જયંતી પર જેકલીન ફર્નાન્ડીઝે મુંબઈ બીચની કરી સફાઈ, લોકોને સ્વચ્છતા મિશનમાં ભાગ લેવા આગ્રહ કર્યો

જેકલીને પોસ્ટમાં લખ્યું છે કે, "2 ઓક્ટોબર, આ તારીખ લાખો લોકોના હૃદયમાં અંકિત છે કારણ કે આ દિવસ મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતિ છે. આજે તે વધુ ખાસ છે કારણ કે સ્વચ્છ ભારત અભિયાનના 4 વર્ષ પૂર્ણ થયા છે."

ગાંધી જયંતી પર જેકલીન ફર્નાન્ડીઝે મુંબઈ બીચની કરી સફાઈ, લોકોને સ્વચ્છતા મિશનમાં ભાગ લેવા આગ્રહ કર્યો
Jacqueline Fernandez
| Edited By: | Updated on: Oct 02, 2021 | 3:51 PM

Jacqueline Cleaning Drive : ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત અભિયાનની ચોથી વર્ષગાંઠ નિમિત્તે જેકલીન ફર્નાન્ડીઝે YOLO ફાઉન્ડેશન હેઠળ બીચ વિસ્તારને સ્વચ્છ કરવાનું મિશન શરૂ કર્યું છે.

જેકલીનને મુંબઈ બીચની સફાઈ કરી

તમને જણાવી દઈએ કે, જેકલીને YOLO ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. ત્યારે ગાંધી જયંતિના (Gandhi Jayanti) દિવસ નિમિતે તેણે મુંબઈના બીચની સફાઈ કરી અને અન્ય લોકોને સ્વચ્છતા માટે પ્રેરણા આપતી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

જૈકલીનની પોસ્ટ (Jacqueline on Beach)

લોકોને સ્વચ્છતા મિશનમાં ભાગ લેવા આગ્રહ કર્યો

જેકલીને આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, “2 ઓક્ટોબર, જે તારીખ લાખો લોકોના હૃદયમાં અંકિત છે કારણ કે તે મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતી છે. આજે તે વધુ ખાસ છે કારણ કે સ્વચ્છ ભારત અભિયાનના 4 વર્ષ પૂર્ણ થયા છે. સ્વચ્છ શહેર એ શ્રેષ્ઠ ભેટ છે જે આપણે આપણી જાતને અને અન્ય નાગરિકોને આપી શકીએ છીએ.

આ દિવસે મારી જવાબદારી નિભાવવા માટે, અમે કેવી રીતે યોગદાન આપી શકીએ તે સમજવા માટે @jlyolofoundation અને achbeachplyindia થી alakalambemalhar સાથે Mithi નદીના કાંઠે જવાનું નક્કી કર્યું. achbeachplyindia આપણા શહેરને સ્વચ્છ રાખવા માટે અથાક મહેનત કરી રહી છે. તેઓ નિયમિત બીચ સફાઈ કરે છે જેમાં આપણે પણ વોલીન્ટયર પણ કરી શકીએ છીએ !! ચાલો આપણે સૌ સાથે મળીને આ સુંદર શહેર અને દેશને બચાવવાનો સંકલ્પ લઈએ.

જેકલીન એક ફાઉન્ડેશન ચલાવે છે

જેક્લીન એક ફાઉન્ડેશન (Foundation) ચલાવે છે, તાજેતરમાં તે શેરીઓમાં જરૂરિયાતમંદોને મદદ કરતી જોવા મળી હતી. કામ પર જતી વખતે અભિનેત્રીએ તેની કાર રોકીને, જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે વાતચીત કરી, મદદનો હાથ લંબાવ્યો હતો. આ તસવીર સામે આવ્યા બાદ લોકોએ તેની ખુબ પ્રશંસા કરી હતી. શ્રીલંકાની બ્યુટી ક્વીન જેકલીને ભારત આવીને પોતાની મહેનતથી પોતાનુ મુકામ હાંસલ કર્યુ છે.

 

આ પણ વાંચો : Bigg Boss 15 Inside Photos : જંગલ થીમ પર બેઝ્ડ છે આ સિઝન, જુઓ બિગ બોસના ઘરની અંદરની તસવીરો

આ પણ વાંચો :  Deepika padukone ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ માટે ‘ગ્લોબલ અચીવર્સ એવોર્ડ’ મેળવનાર પ્રથમ ભારતીય અભિનેત્રી બની!

Published On - 3:50 pm, Sat, 2 October 21