શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય

|

Oct 12, 2021 | 7:07 PM

શહેનાઝ ગિલે (Shehnaaz Gill) દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે 'હોંસલા રખ'ને પ્રમોટ કરવા માટે ત્રણ વીડિયોમાં અભિનય કર્યો છે, જે 15 ઓક્ટોબર, 2021 ના ​​રોજ રિલીઝ થશે.

શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય
Shahnaz Gill

Follow us on

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના નિધન બાદ શહેનાઝ ગિલે (Shehnaaz Gill) તેના ચાહકો અને સોશિયલ મીડિયાથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી હતી. જો કે, હવે તે ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત આવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘હોંસલા રખ’ (Honsla Rakh)ને પ્રમોટ કરવાની હતી. આવી સ્થિતિમાં એવા અહેવાલો છે કે તે હંમેશા માટે મુંબઈ છોડી રહી છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી.

 

તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે શહેનાઝે મુંબઈને કાયમ માટે છોડી દેવાની યોજના બનાવી છે. આ કારણે સિડનાઝના ચાહકો તેના વિશે ખૂબ જ પરેશાન થઈ ગયા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અફવાઓ અને અહેવાલોમાં કોઈ સત્ય નથી. આ વાયરલ વીડિયો એક યુટ્યુબ ચેનલ દ્વારા બનાવવામાં આવ્યો છે, જે આવા અડધા-અધુરા વીડિયો માટે જાણીતો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

 

શહેનાઝ લાંબા સમય બાદ સેટ પર પહોંચી

છેલ્લા કેટલાક દિવસોથી શહેનાઝે દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને સોનમ બાજવા (Sonam Bajwa) સાથે ‘હોંસલા રખ’ને પ્રમોટ કરવા માટે ત્રણ વીડિયોમાં અભિનય કર્યો છે, જે 15 ઓક્ટોબર, 2021ના ​​રોજ રિલીઝ થશે. સનાને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં સેટ પર પહોંચેલી શહનાઝના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે તે હસવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ચાહકોએ તરત જ તેમની આંખોમાં નિરાશા અનુભવી.

 

કામની પ્રતિબદ્ધતા પૂરી કરવા લંડન ગઈ છે શહનાઝ

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ બિગ બોસ 13 (Bigg Boss 13)માં મળ્યા હતા અને ટૂંક સમયમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરે તેમના પરિવાર, મિત્રો અને શહેનાઝની હાજરીમાં કરવામાં આવ્યા હતા. તેઓ માત્ર 40 વર્ષના હતા. હોંસલા રખ દશેરા (15 ઓક્ટોબર)ના અવસર પર રિલીઝ થઈ રહી છે અને શહનાઝ 7 ઓક્ટોબરના રોજ લંડન જવા રવાના થઈ હતી.

 

 

આ પણ વાંચો :- સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

 

આ પણ વાંચો :- નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખોવકીલાત

 

Next Article