Irrfan Khan death anniversary: ‘જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ પકડાવે છે, ઇરફાન ખાનનો આ સંદેશ સાંભળીને આજે પણ ભાવુક થઈ જાય છે ચાહકો

|

Apr 29, 2021 | 11:27 AM

હિન્દી સિનેમાના શાનદાર અને દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગયા વર્ષે 29 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે આખા દેશમાં શોકનું વાતાવરણ હતું.

હિન્દી સિનેમાના શાનદાર અને દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગયા વર્ષે 29 એપ્રિલે તેમણે અંતિમ શ્વાસ લીધો ત્યારે આખા દેશમાં શોકનું વાતાવરણ હતું. બધાએ હિન્દી સિનેમાના આ દિગ્ગજ અભિનેતાને તેની શૈલીમાં યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. ઇરફાન ખાને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી હતી.

ઇરફાન ખાને 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તે લાંબા સમયથી ન્યુરોએંડ્રોક્રાઇન ટ્યુમર જેવી ગંભીર બિમારીથી પીડાતા હતા. જોકે, ઇરફાન ખાને તેની સારવાર કરાવી હતી. ઇરફાન તેમના જીવનની અંતિમ ક્ષણ સુધી લડતા રહ્યા. તેઓ છેલ્લી વાર ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ માં જોવા મળ્યા હતા. બીમારીને કારણે ઇરફાન ખાન આ ફિલ્મનું પ્રમોશન કરી શક્યા ન હતા, પરંતુ આ ફિલ્મના ટ્રેલર પહેલાં તેમણે પોતાના ચાહકોને એક ખાસ સંદેશ આપ્યો હતો, જે તેના ચાહકો આજે પણ યાદ કરે છે.

ઇરફાન ખાને ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ની રજૂઆત પહેલા ચાહકો માટે એક ઓડિયો સંદેશ રજૂ કર્યો હતો. આ ઓડિયોથી તેમણે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ઓડિયો મેસેજમાં ફિલ્મના શૂટિંગ દરમિયાનનાં કેટલાક વિઝ્યુઅલ જોવા મળ્યા હતા. આ ઓડિયોમાં ઇરફાને કહ્યું હતું કે ‘અંગ્રેજી મીડિયમ’ તેમના માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. ઇરફાન પણ આ ફિલ્મનો પ્રમોશન કરવા માંગતા હતા, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તે આવું કરી શક્યા નહીં.

ઇરફાન ખાને ‘અંગ્રેજી મીડિયમ’ ના પ્રમોશન દરમિયાન તેમના ચાહકોને આપેલા છેલ્લા સંદેશમાં તેમણે કહ્યું હતું કે ‘હેલો ભાઈઓ અને બહેનો, નમસ્કાર, હું ઇરફાન છું, આજે પણ હું તમારી સાથે છું  પણ અને નથી પણ. આ ફિલ્મ અંગ્રેજી મીડિયમ મારા માટે ખૂબ જ ખાસ છે. મારી હાર્દિક ઇચ્છા હતી કે તેને તેટલા પ્રેમથી પ્રમોટ કરુ જેટલા પ્રેમથી તેને બનાવામાં આવી છે. પરંતુ મારા શરીરમાં કેટલાક અનિચ્છનીય મહેમાન બેઠા છે, તેમની સાથે વાતચીત ચાલી રહી છે. ચાલો જોઈએ કે ઊંટ કઈ બાજુ બેસે છે. જે પણ થશે તમને જાણ કરી દેવામાં આવશે. ‘

પોતાના ઓડિયો સંદેશમાં ઇરફાન ખાને વધુમાં કહ્યું કે, ‘When life gives You lemons, You Make Lemonade તે બોલવું સારું લાગે છે, પરંતુ વાસ્તવિકતામાં જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ આપે છે, તો શિકંજી બનાવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ તમારી પાસે બીજી ચોઈસ પણ શું છે, સકારાત્મક રહેવા સિવાય. તમે આ સ્થિતિમાં લીંબુની શિકંજી બનાવી શકો છો કે નહીં તે તમારા પર નિર્ભર છે. તેમનો છેલ્લો સંદેશ સાંભળીને ઇરફાન ખાનના ચાહકો હજી ભાવુક થઈ જાય છે.

 

 

 

 

Published On - 11:27 am, Thu, 29 April 21

Next Video