
ઇન્સ્ટાગ્રામે તેના વપરાશકર્તાઓ માટે ઇન્સ્ટાગ્રામ પ્લસ નામનું એક નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની જણાવે છે કે આ એક વૈકલ્પિક પેઇડ પ્લાન છે જે વધુ પર્સનલાઇઝેશન, એડવાન્સ ઇન્સાઇટ્સ અને એક્સ્ટ્રા શેરિંગ કંટ્રોલ ઇચ્છતા વપરાશકર્તાઓ માટે રચાયેલ છે. ઇન્સ્ટાગ્રામે સ્પષ્ટતા કરી છે કે નોર્મલ ઇન્સ્ટાગ્રામ પહેલાની જેમ મફત રહેશે અને વપરાશકર્તાઓ સબ્સ્ક્રિપ્શન વિના એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. નવા પ્લાન હેઠળ ઘણા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જે સ્ટોરી શેરિંગ, ઓડિયન્સ કંટ્રોલ અને પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન પર કેન્દ્રિત છે.
ઇન્સ્ટાગ્રામે તેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પ્લસને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે: સોશિયલ કનેક્ટિવિટી, ઇન્સાઇટ્સ અને પ્રીવ્યૂ ટૂલ્સ તથા પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન. કંપની કહે છે કે તેનો ધ્યેય વપરાશકર્તાઓને તેમની સામગ્રી અને પ્રેક્ષકો પર વધુ નિયંત્રણ આપવાનો છે.
ઇન્સ્ટાગ્રામ પ્લસ, સ્ટોરી સ્પોટલાઇટ સુવિધા નવા સબ્સ્ક્રિપ્શન સાથે શામેલ છે. આ વપરાશકર્તાની સ્ટોરીને તેમના મિત્રોના સ્ટોરી ફીડ્સમાં પ્રાથમિકતા સાથે દેખાવાની મંજૂરી આપે છે. વધુમાં, મલ્ટીપલ સ્ટોરી ઓડિયન્સ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જે યુઝર્સને વિવિધ લોકો માટે બહુવિધ કસ્ટમ ઓડિયન્સ લિસ્ટ બનાવવાની મંજૂરી આપે છે. આને હાલના ક્લોઝ ફ્રેન્ડ્સ ફીચરનું વિસ્તૃત વર્ઝન માનવામાં આવે છે.
સ્ટોરી એક્સટેન્ડ ફીચર સ્ટોરીનો સમયગાળ 24 કલાકથી વધારીને 48 કલાક કરવાની મંજૂરી આપે છે. ઇન્સ્ટાગ્રામ પ્લસમાં સુપર હાર્ટ્સ (Super Hearts) ફીચર પણ શામેલ છે. જ્યારે તમે કોઈ મિત્રની સ્ટોરી પર પ્રતિક્રિયા આપો છો ત્યારે એનિમેટેડ હાર્ટ ઇફેક્ટ દેખાશે. કંપની કહે છે કે આ ફીચર સ્ટોરી ઇન્ટરેક્શનને વધુ આકર્ષક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પ્લસમાં, ઇન્સાઇટ્સ માટે Story Rewatch Insights ફીચર આપવામાં આવ્યું છે. જે બતાવે છે કે કોઈ સ્ટોરી કેટલી વાર ફરીથી જોવામાં આવી. Search Viewer List દ્વારા સ્ટોરી વ્યૂઅર્સમાં કોઈ ખાસ અકાઉન્ટ શોધી શકાય છે. કંપનીએ સ્ટોરી પ્રીવ્યૂ (Story Preview) ફીચર પણ રજૂ કર્યું છે. આ સબ્સ્ક્રાઇબર્સને વ્યૂ રજીસ્ટર કર્યા વિના સ્ટોરીનું પ્રીવ્યૂ કરવાની મંજૂરી આપે છે. ઇન્સ્ટાગ્રામ કહે છે કે આ ફીચર એવા યુઝર્સ માટે ઉપયોગી થઈ શકે છે જેઓ સ્ટોરી જોવા માંગે છે પરંતુ તરત જ ઇન્ટરેક્ટ કરવા માંગતા નથી.
ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પ્લસનો ત્રીજો ભાગ પ્રોફાઇલ કસ્ટમાઇઝેશન અને વૈકલ્પિક પોસ્ટિંગ વિકલ્પો પર આધારિત છે. જોકે કંપનીએ હજુ સુધી આ કેટેગરી સાથે સંબંધિત તમામ સુવિધાઓની સંપૂર્ણ વિગતો શેર કરી નથી. ઇન્સ્ટાગ્રામ પ્લસ વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને ભવિષ્યમાં વધારાની સુવિધાઓ ઉમેરવામાં આવી શકે છે.