India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

|

Sep 23, 2021 | 2:18 PM

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 (India's Best Dancer Season 2) માં, પ્રથમ સિઝનની જેમ, પ્રેક્ષકોને દમદાર પરફોર્મેન્સ અને ડાન્સનો પ્રેરણાદાયી સફરનું શાનદાર સંગમ જોવા મળશે.

India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે બેસ્ટ કા નેક્સ્ટ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ
India's Best Dancer 2

Follow us on

સોની ટીવી (Sony Tv) દેશભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભા સામે લાવવા માટે જાણીતું છે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ (India’s Got Talent) સાથે સાથે, ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2’ (India’s Best Dancer 2) જેવા ધમાકેદાર શો સાથે આ ચેનલ ફરી એકવાર વીકેન્ડની મજા વધારવા જઇ રહ્યું છે. ટાઇગર પોપ (Tiger Pop) ના ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરની પ્રથમ સિઝન સાથે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરે ડાન્સ અને મનોરંજનની દુનિયામાં તહેલકો મચાવી દિધો હતો. આ શોની સફળતા બાદ હવે મલાઈકા અરોરા (Malaika Arora) ના આ શોએ તેની બીજી સિઝનની જાહેરાત કરી છે.

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 ટૂંક સમયમાં ટેલિવિઝન પર દસ્તક આપવા જઈ રહી છે. ફરી એકવાર ડાન્સનાં અગ્રણી એટલે કે ઉદ્યોગના બેસ્ટ અને જાણીતા નામો, મલાઈકા અરોરા, ગીતા કપૂર (Geeta Kapoor) અને ટેરેન્સ લુઈસ (Terence Lewis)આ શોમાં જજ તરીકે પાછા ફરવા માટે તૈયાર છે. ફ્રેમ્સ પ્રોડક્શન કંપની દ્વારા નિર્મિત, આ શો ભારતીય ટેલિવિઝન પર સૌથી મુશ્કેલ ડાન્સ રિયાલિટી શો હોવાનું વાયદો આપે છે. પહેલી સિઝનની જેમ મેકર્સે પણ દરેક તબક્કે આ સિઝનને પડકારરૂપ બનાવી છે. આ સિઝનમાં ‘બેસ્ટ કા નેક્સ્ટ’ જોવા મળશે અને તે દેશભરના સર્વશ્રેષ્ઠ ડાન્સર્સ માટે એક અલ્ટિમેટ ટેસ્ટ સાબિત થશે.

મલાઈકા અરોરા છે ખૂબ જ ઉત્સાહિત

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર બીજી સીઝનનો ભાગ બનવા માટે ઉત્સાહિત મલાઈકા અરોરાએ કહ્યું, “હું વ્યકત નથી કરી શકતી કે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં પાછા આવવા માટે કેટલી ખુશ અને ઉત્સાહિત છું. ગત સીઝનમાં શાનદાર પ્રતિભા જોવા મળી હતી અને હવે હું આતુરતાથી રાહ જોઈ રહી છું કે આ સિઝનમાં સ્પર્ધકો કેટલા વિકસિત છે. હકીકતમાં, મને જે વાત ગમે છે અને જેની હું પ્રશંસા કરીશ તે એ છે કે આ શો દેશના દરેક ખૂણામાંથી પ્રતિભા લાવે છે. તે એક બેમિસાલ અનુભવ છે. ”

ઉત્સાહિત છે ટેરેન્સ લુઇસ

આ સિવાય ડાન્સના ઉસ્તાદ ટેરેન્સ લુઇસે કહ્યું, “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર પાછું આવી ગયું છે! આ વખતે શો વધુ મોટો અને સારો થશે! સ્પર્ધકોએ તેમની યોગ્યતા સાબિત કરવા અને ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો ખિતાબ જીતવા માટે તેમની મર્યાદાથી આગળ વધવું પડશે. હું એક શાનદાર સીઝનની રાહ જોઈ રહ્યો છું. ”

જાણો શું છે ગીતા કપૂરનું કહેવાનું

દિગ્ગજ કોરિયોગ્રાફર ગીતા કપૂરે પણ તેના વિચારો શેર કર્યા, “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરએ પ્રથમ સિઝનમાં ઘણા ચાહક બનાવી લીધા હતા, અને હવે ડાન્સના આ અઘરા મંચ પર પ્રતિભાને તેમના સૌથી બહેતરીન ફોર્મમાં ઓળખવા અને રજૂ કરવા માટે આ શો પાછો આવ્યો છે. કોરિયોગ્રાફર અને કલાના ચાહક તરીકેના આવા અસાધારણ શોનો ભાગ બનવું ખરેખર મારા કામનું ખૂબ જ સંતોષકારક પાસું છે. કહેવાની જરૂર નથી કે હું ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2 નો ભાગ બનીને અત્યંત ખુશ છું.

ઓનલાઇન ઓડિશનને મળ્યો શાનદાર પ્રતિસાદ

ડિજિટલ ઓડિશનમાં દેશભરના ડાન્સ પ્રેમિયો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મેળવ્યા બાદ, આ શો તે સ્પર્ધકો સાથે આગળ વધવા અને મનોરંજનનું સ્તર વધારવા માટે તૈયાર છે જે ઉત્સાહી અને સમર્પિત છે, સાથે દરરોજ પોતાની જાતને બહેતરીન બનાવવાનો દ્રઢ ઇરાદો રાખે છે.

 

આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

Published On - 6:48 am, Thu, 23 September 21

Next Article