ઇન્ડિયન આઈડલ 12 માં (Indian Idol 12) પવનદીપ રાજન (Pawandeep Rajan) અને અરુણિતા કાંજીલાલની (Arunita Kanjilal) જોડીએ શાનદાર કામ કર્યું. પ્રેક્ષકોને પણ બંનેની જોડી ખૂબ ગમી. જ્યારે પણ બંને એક સાથે પરફોર્મ કરતા હતા ત્યારે તેમની કેમેસ્ટ્રી દરેકનું દિલ જીતી લેતી હતી.
પવનદીપ અને અરુણિતાએ શોમાં ઘણી વખત કહ્યું છે કે બંને માત્ર સારા મિત્રો છે. એટલું જ નહીં, ઘણી વખત ઇન્ડિયન આઈડલના હોસ્ટ આદિત્ય નારાયણ અને શોના મહેમાનો પણ તેમની કેમિસ્ટ્રીના કારણે બંનેને ઘણા ચીડવતા હતા.
જો કે તેઓ બંને શોમાં તેમના નકલી લવ એન્ગલના કારણે ઘણી વખત ટ્રોલ થયા છે. લવ એન્ગલના કારણે ઘણી વખત ટ્રોલ થયા છે. પરંતુ શોના અંત સુધી તે બંનેની કેમિસ્ટ્રીને ખુબ હાઇલાઈટ કરવામાં આવી હતી. હવે તેમના બંનેના બોન્ડના સમાચાર ફરી હેડલાઇન્સમાં આવ્યા છે. ખરેખર પવનદીપે મુંબઈમાં અરુણિતાના એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં પોતાના માટે ફ્લેટ લીધો છે. પવનદીપે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે.
પવનદીપ રાજને તેના આગામી ગીતના ટીઝર લોન્ચમાં જણાવ્યું હતું. ખરેખરમાં, થોડા દિવસો પહેલા ખાનગી વેબસાઈટ સાથે વાત કરતા મોહમ્મદ દાનિશે કહ્યું હતું કે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ મુંબઈમાં પોતાના માટે એક ઘર ખરીદી રહ્યા છે. પવનદીપ અને અરુણિતા સિવાય, દાનિશ અને અન્ય સ્પર્ધકો પણ એક જ બિલ્ડીંગમાં મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે. તેમની પાસે એક યોજના પણ છે કે તેઓ સાથે મળીને એક સ્ટુડિયો બનાવશે અને સાથે સંગીત બનાવશે.
દાનિશે કહ્યું હતું કે ‘અમારા લોકોનો તો પ્લાન છે સાથે રહેવાનો. દરેક લોકો આજુ બાજુમાં રહેશે. એક જ બિલ્ડીંગમાં સાથે સાથે. દરેક જણ એક સાથે એક જ બિલ્ડીંગમાં સાથે રહેશે. અમારી મિત્રતા કાયમ રહેશે, ક્યારેય તૂટશે નહીં. અમે બધા બહારથી આવ્યા છીએ જેમ કે કેટલાક ઉત્તરાખંડથી આવ્યા છે, કેટલાક રાજસ્થાનથી તેથી અમે બધા સાથે મળીને ઘર લઈશું. આ માત્ર મિત્રતા નથી, આ હવે એક કુટુંબ છે.
તમને જણાવી દઈએ કે પવનદીપ રાજન ઈન્ડિયન આઈડલની આ સિઝનમાં વિજેતા બન્યા હતી. તેણે અરુણિતા, દાનિશ, સાયલી, સન્મુખ પ્રિયા અને નિહાલને હરાવીને જીત મેળવી હતી.
આં પણ વાંચો: મનોજ બાજપેયીએ કહ્યું ‘પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે’, સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ
આ પણ વાંચો: પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ