સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

અંતિમ: ધ ફાઈનલ ટ્રુથના નિર્માતાઓએ આજે ​​બપોરે તેનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું. આ મોશન પોસ્ટરમાં સલમાન ખાન (Salman Khan)નો દબંગ લુક જોવા મળી રહ્યો છે.

સલમાન ખાનની ફિલ્મ Antimનું ધમાકેદાર મોશન પોસ્ટર આવ્યું સામે, આ દિવસે રિલીઝ થશે ટ્રેલર
Antim
| Edited By: | Updated on: Oct 25, 2021 | 12:09 AM

સલમાન ખાન (Salman Khan) અને આયુષ શર્મા (Aayush Sharma)ની ફિલ્મ અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ (Antim: The Final Truth) વિશે દર્શકોમાં ખૂબ જ હાઈપ છે. તેનું સૌથી મોટું કારણ સલમાન ખાન છે. સલમાન લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના ઘણા પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યા છે. જેમાં સલમાનનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આજે ફરી તેનું નવું મોશન પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. આમાં સલમાનની દબંગ સ્ટાઈલ દર્શકોને ખૂબ પસંદ આવવાની છે.

 

સલમાનની દમદાર સ્ટાઈલ જોવા મળી

અંતિમ: ધ ફાઈનલ ટ્રુથના નિર્માતાઓએ આજે ​​બપોરે તેનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું. આ મોશન પોસ્ટરમાં સલમાનનો દબંગ લુક જોવા મળી રહ્યો છે. તેઓ આક્રમક દેખાય રહ્યા છે. આ ફિલ્મમાં તે પંજાબી પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં છે. મોશન પોસ્ટરની વાત કરીએ તો તે શર્ટની સ્લીવ્સ ઉંચી કરીને ડાયલોગ્સ કરી રહ્યા છે. આ મોશન પોસ્ટરમાં બોલી રહ્યા છે કે જે દિવસે સરદારની હટી તે દિવસે બધાની… સાથે સાથે તેના ટ્રેલર રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે. તેનું ટ્રેલર સોમવારે 25 ઓક્ટોબરે રિલીઝ થશે.

 

 

 

ફિલ્મમાં સલમાન-આયુષ વચ્ચે ધમાકેદાર એક્શન જોવા મળશે

સલમાન ખાન આ ફિલ્મમાં આયુષ શર્માની સામે છે. તાજેતરમાં જ આયુષ શર્માનું પોસ્ટર રિલીઝ કરીને સલમાને ફિલ્મના પ્રમોશનની તૈયારીઓનો સંકેત આપ્યો હતો. હવે ટૂંક સમયમાં તેનું ટ્રેલર પણ દર્શકોની વચ્ચે આવવાનું છે. સલમાન અને આયુષ શર્માની આ ફિલ્મમાં ઘણા એક્શન દ્રશ્યો જોવા મળશે.

 

આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની છે અને મહેશ માંજરેકર (Mahesh Manjrekar) ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આમાં આયુષ શર્મા લીડ રોલમાં છે જ્યારે સલમાન ખાન બીજી લીડમાં છે. સાથો સાથ વરુણ ધવન (Varun Dhawan)નો પણ એક ડાન્સ નંબર બહાર પાડવામાં આવ્યો હતો, જેણે પહેલેથી જ ધૂમ મચાવી દીધી હતી. સલમાન ખાન અને આયુષ શર્મા સાથે જીસુ સેનગુપ્તા, પ્રજ્ઞા જેસલ અને મહિમા મકવાના જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 26 નવેમ્બર 2021ના ​​રોજ થિયેટરોમાં રિલીઝ થશે. તેના ચાહકો સલમાન ખાનની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

 

 

આ પણ વાંચો :- ‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

 

આ પણ વાંચો :- Radhe Shyam: પ્રભાસના જન્મદિવસ પર મેકર્સે આપી ચાહકોને ખાસ ભેટ, શેર કર્યું વિક્રમાદિત્યના લુકનું ટીઝર

Published On - 10:18 pm, Sat, 23 October 21