
તાજેતરમાં જ અભિનેત્રી અનુષ્કા રંજને (Anushka Ranjan) અભિનેતા આદિત્ય સીલ (Aditya Seal)સાથે લગ્ન કર્યા છે. અનુષ્કાએ પોતાના લગ્નના દરેક ફંક્શનમાં સ્ટાઈલિશ આઉટફિટ પહેર્યા પણ જે રીતે તેમને લગ્ન માટે લહેંગાને પસંદ કર્યો તેની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે.

21 નવેમ્બરની સાંજે જ કપલના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે દરેક લોકોનું ધ્યાન નવી દુલ્હન પર અટકી ગયું છે.

અભિનેત્રી અનુષ્કા રંજને પોતાના લગ્ન માટે લાલ રંગના લહેંગાની જગ્યાએ પેસ્ટલ રંગનો લહેંગો પસંદ કર્યો. જે ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.

અનુષ્કાએ પેસ્ટલ કલરના લહેંગાની સાથે જ સફેદ રંગની જ્વેલરી અને સફેદ રંગની બંગડી પહેરી હતી.

અનુષ્કાએ ફિલ્મ વેડિંગ પુલાવથી બોલિવુડમાં પગ મુક્યો હતો. ત્યારબાદ તે શાહિદ કપૂરની ફિલ્મ બતી ગુલ મીટર ચાલુમાં સપોર્ટિંગ રોલમાં નજરે આવી હતી. ત્યારે આદિત્યએ ઈન્દુ કી જવાની, સ્ટુડન્ટ ઓફ ધ યયર 2 અને તુમ બિન 2માં કામ કર્યુ છે.
Published On - 6:47 pm, Mon, 22 November 21