BB19: ‘અડલ્ટ વાળી પપ્પી કરી લઈશ’..ગૌરવ ખન્નાની પત્ની એ બધાની સામે કરી આવી હરકત, જુઓ-Video

જ્યારે બિગ બોસે ગૌરવ અને આકાંક્ષાને ચીડવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આકાંક્ષાએ બિગ બોસને ધમકી આપી ને નેશનલ ટેલિવિઝન પર કહ્યું કે "હું ગૌરવને અડલ્ટ વાળી પપ્પી કરી લઈશ."

BB19: અડલ્ટ વાળી પપ્પી કરી લઈશ..ગૌરવ ખન્નાની પત્ની એ બધાની સામે કરી આવી હરકત, જુઓ-Video
gaurav khanna wife kiss
| Updated on: Nov 18, 2025 | 3:24 PM

બિગ બોસ 19 માં ફેમિલી વીક ચાલી રહ્યું છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ઘરમાં આવવાની છે, જે નવા એપિસોડમાં જોવા મળશે. એપિસોડનો રોમેન્ટિક પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં તેમની કેમિસ્ટ્રી જોઈને દર્શકો ખુશ થઈ ગયા છે. બન્નેનો રોમાંસને જોઈને ઘરના સભ્યો પણ ખુશીથી જુમી ઉઠ્યા છે. એટલું જ નહીં, જ્યારે બિગ બોસે ગૌરવ અને આકાંક્ષાને ચીડવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આકાંક્ષાએ બિગ બોસને ધમકી આપી ને નેશનલ ટેલિવિઝન પર કહ્યું કે “હું ગૌરવને અડલ્ટ વાળી પપ્પી કરી લઈશ.”

બિગ બોસમાં આવી ગૌરવ ખન્નાની પત્ની

બિગ બોસ 19ના પ્રોમોમાં ગૌરવ તેની પત્નીની આતુરતાથી રાહ જોતો દેખાય છે. તે ફરતો જોવા મળે છે, અને બેકગ્રાઉન્ડમાં “ઇન્તેહાન હો ગઈ” ગીત વાગે છે. આ પછી, બિગ બોસ ગૌરવને ફ્રિઝ થવાનો આદેશ આપે છે. બીજી સાઈડ દરવાજો ખુલે છે, અને આકાંક્ષા પ્રવેશ કરે છે અને ગૌરવને બુમ મારે છે. ગૌરવ ફ્રિઝ હોય છે આથી તે હલ્યા વગર આકાંક્ષાને આંખ મારે છે. જ્યારે આકાંક્ષા તેને કિસ કરવાનો ઈશારો કરે છે.

ગૌરવને અડલ્ટ કિસ આપવાની પત્નીએ આપી ધમકી

જે બાદ બિગ બોસ ગૌરવને રિલિઝ કરી છે, અને રિલિઝ થયા બાદ ગૌરવ આકાંક્ષાને ગળે લગાવે છે અને ગાલ પર કિસ કરે છે. પછી ગૌરવ આકાંક્ષાનો હાથ પકડીને જઈ રહ્યો હોય છે ત્યારે બિગ બોસ ફરીથી ગૌરવને ફ્રિઝ કરે છે. આકાંક્ષા બિગ બોસને હવે ધમકી આપે છે, “તેને છોડી દો નહીંતર હું ગૌરવને અડલ્ટ વાળી પપ્પી કરી લઈશ.”

બિગ બોસ એ પણ લીધી મજા

ત્યારે આકાંક્ષાની આ ધમકી સાંભળી બિગ બોસ પણ મજા લેતા જોવા મળે છે અને ગૌરવનું નામ લે છે પણ સામે કઈ નહીં એમ કહી તેને રિલિઝ કરવાનો ઈન્કાર કરી દે છે. આ પછી આકાંક્ષા ખરેખરમાં ગૌરવને કિસ કરી લે છે અને ઘરના બીજા મેમ્બર આ સિન જોઈને ચોંકી જાય છે. ગૌરવ અને આકાંક્ષાનો આ રોમેન્ટિક પ્રોમો દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. એકે લખ્યું, પ્રેક્ષકો પ્રેમ, રોમાંસ, ઝઘડા, ધમાલ અને હોટ કન્ટેન્ટ ઇચ્છે છે.

રુમર્ડ બોયફ્રેન્ડ સાથે દેખાઈ હુમા કુરેશી, કોન્સર્ટમાં બધાની વચ્ચે કિસ કરતો વીડિયો વાયરલ, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 3:19 pm, Tue, 18 November 25