Happy birthday Hrithik Roshan: ‘કહો ના પ્યાર હૈ’થી નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મથી કરવાનો હતો ડેબ્યુ, જાણો અભિનેતા સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

બૉલીવુડ એક્ટર હૃતિક રોશન પોતાની એક્ટિંગ સિવાય ડાન્સિંગ માટે પણ જાણીતો છે. એક્ટરે 'ધૂમ', 'જોધા અખબર', 'ઝિંદગી ના મિલેગી દોબારા', 'કોઈ મિલ ગયા', 'સુપર 30' અને 'ક્રિશ' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Happy birthday Hrithik Roshan: કહો ના પ્યાર હૈથી નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મથી કરવાનો હતો ડેબ્યુ, જાણો અભિનેતા સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા
Hrithik Roshan (File Image)
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:50 AM

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અને હેન્ડસમ હંક હૃતિક રોશન (Hrithik Roshan) આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક્ટરે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. હૃતિક પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનનો (Rakesh Roshan) પુત્ર છે. એક્ટર તેની ડાન્સ સ્ટાઇલ માટે જાણીતો છે. તેને જોઈને ઘણા લોકો ડાન્સ કરવા લાગ્યા છે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે હૃતિક રોશને પહેલીવાર છ વર્ષની ઉંમરે ફિલ્મ ‘આશા’ માં કામ કર્યું હતું અને આ ફિલ્મ 1980માં આવી હતી. આ પછી તે ‘આપ કે દીવાને’, ‘આસ-પાસ’માં જોવા મળ્યો હતો. વર્ષ 2000માં હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અમીષા પટેલ લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

હૃતિક પ્રીતિ ઝિન્ટા સાથે ‘તારા રમ પમ પમ’માં ડેબ્યૂ કરવાનો હતો. પરંતુ બાદમાં તેણે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યૂ કર્યું હતું. અહેવાલો અનુસાર, રાકેશ આ ફિલ્મ માટે શાહરૂખને કાસ્ટ કરવા માંગતા હતા, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં અને પછી હૃતિકે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

‘કહો ના પ્યાર હૈ’ પછી હૃતિકને 30 હજાર પ્રપોઝલ મળ્યા

એક્ટરનું ફિમેલ ફેન બનવું એ કોઈ મોટી વાત નથી. પરંતુ પહેલી ફિલ્મ બાદ તેને 30 હજારથી વધુ લગ્નના પ્રસ્તાવ મળ્યા. ‘કહો ના પ્યાર હૈ’ પછી હૃતિકે ક્યારેય પાછું વળીને જોયું નથી. કપિલના શોમાં હૃતિકે કહ્યું હતું કે તેને તેના માતા-પિતા દ્વારા ખૂબ માર મારવામાં આવતો હતો, ખાસ કરીને નાસ્તાના સમયે. કારણ કે મારા પિતા પરાઠા, ઈંડા, ભુરજીમાં જામ નાખતા હતા અને તેથી મારું મોં બગડતુ હતું.

શોમાં હૃતિકની માતા સુનૈનાએ કહ્યું હતું કે જો કોઈ હૃતિકના વાળને અડતા હતા તો તે ગુસ્સે થઈ જતા હતા. જો હું પણ વાળને અડતી હતી ત્યારે પણ તે ગુસ્સે થઈ જતો હતો. ફિલ્મો સિવાય હૃતિક રોશન પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

અભિનેતાએ સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેએ 2014માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી પણ બંને સારા મિત્રોની જેમ સમય વિતાવે છે. આ સિવાય હૃતિકનું નામ કંગનાના કારણે પણ વિવાદોમાં હતું. અભિનેત્રીએ તેના પર અફેરમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

આ પણ વાંચો : જૈકલીન ફર્નાન્ડિઝે પ્રાઈવેટ ફોટા લીક થવા પર કહી મોટી વાત, કહ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું, આવું ન કરો