Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

બોલિવૂડ સ્ટાર રિતિક રોશન (Hrithik Roshan)ની ક્રિશ 4ને લઈને ચાહકોમાં જબરદસ્ત ચર્ચા છે. આ ફિલ્મમાં રિતિક પણ જોરદાર એક્શન સાથે પોતાના અવાજનો જાદુ ફેલાવશે.

Hrithik Roshan ક્રિશ 4માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન
Hrithik Roshan
| Edited By: | Updated on: Oct 27, 2021 | 5:56 PM

બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) હાલમાં તેમની આગામી ફિલ્મ ‘ક્રિશ 4’ (Krrish 4) ની તૈયારી કરી રહ્યા છે. રિતિકની ફિલ્મો જોવા માટે ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. દરેક લોકો અભિનેતાની ક્રિશ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મની રાહ જોવાનું વધુ એક કારણ છે. રાકેશ રોશને સુપરહીરોની ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગ વિશે માહિતી આપી છે.

 

રિતિકના ચાહકો તેમને ફિલ્મના સાઉન્ડટ્રેક માટે ગીત ગાતા જોઈ શકે છે. એક ઈન્ટરવ્યુમાં રાકેશે જણાવ્યું કે તેમની ફિલ્મમાં સંગીતનો મોટો રોલ હશે. જોકે તે સ્વીકારે છે કે તેમણે હજુ તેના પર કામ શરૂ કરવાનું છે. પરંતુ સ્ક્રિપ્ટ લોક થયા બાદ તે આવું કરશે.

 

રિતિક ક્રિશ 4માં ગીત ગાશે

મ્યુઝિક અને સાઉડ અનુસાર “હું ક્રિશ 4 કંપોઝિશન કરવા માંગુ છું. તેમણે મ્યુઝિક અને સાઉન્ડ ડિઝાઈનના ટેક્નિકલ ભાગ વિશે વાત કરતાં કહ્યું કે તેમનો પુત્ર અને મુખ્ય પાત્ર એટલે કે રિતિક રોશન વધુ ભાગ ગાશે. રોશને આગળ કહ્યું, “તેમના દ્વારા ગાયેલું ગીત ચોક્કસ હશે”. લોકડાઉન દરમિયાન તેમની પિયાનો કૌશલ્ય દર્શાવતા, રિતિક રોશને ‘ઝિંદગી મિલેગી ના દોબારા’થી સેનોરીટા અને ‘કાઈટ્સ’ના ધ કાઈટ્સ ઇન સ્કાય જેવા ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

 

 

ક્રિશના 15 વર્ષ થવાના ખાસ અવસર પર રિતિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટને શેર કરતા રિતિકે લખ્યું, ભૂતકાળ થઈ ચુક્યું, હવે જોઈએ કે ભવિષ્યમાં શું છે. એ પણ જણાવ્યું કે અત્યારે ક્રિશ 4 પર કામ ચાલી રહ્યું છે.

 

 

રિતિક રોશનની ‘ક્રિશ’ 2006માં રિલીઝ થઈ હતી. આ પહેલા 2003માં સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મની વાર્તાને આગળ લઈ જઈને તેને ‘ક્રિશ’માં બતાવવામાં આવી હતી. આવી રીતે બોલિવૂડને પહેલો સુપરહીરો મળ્યો અને દિગ્દર્શક રાકેશ રોશનની આ ફ્રેન્ચાઈઝી સુપરહિટ સાબિત થઈ. આ ફિલ્મમાં રિતિક રોશન (Hrithik Roshan), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra), નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) લીડ રોલમાં જોવા મળ્યા હતા.

 

 

આ પણ વાંચો :- Janhvi Kapoorએ ખોલી સારા અલી ખાનની એવી પોલ, જાણીને શું હશે અભિનેત્રીની પ્રતિક્રિયા?

 

આ પણ વાંચો :- શું Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?