Hrithik Roshanની ગર્લફ્રેન્ડે ગાયું ગીત, અભિનેતાની કોમેન્ટ ફેન્સને ખૂબ પસંદ આવી

|

Mar 07, 2022 | 11:42 AM

સુઝાન ખાન સાથેના છૂટાછેડા પછી રિતિક રોશન (Hrithik Roshan)સિંગલ હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે સબા આઝાદ સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.

Hrithik Roshanની ગર્લફ્રેન્ડે ગાયું ગીત, અભિનેતાની કોમેન્ટ ફેન્સને ખૂબ પસંદ આવી
Hrithik Roshan & Saba Azad (File Photo)
Image Credit source: instagram photo

Follow us on

Hrithik Roshan : રિતિક રોશન (Hrithik Roshan) ઘણા સમયથી એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદ (Saba Azad) સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. બંને રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા અને ત્યારબાદ રિતિક રેસ્ટોરન્ટમાંથી સબાનો હાથ પકડતો જોવા મળ્યો હતો, ત્યારપછી તેમના સંબંધોના સમાચાર આવવા લાગ્યા હતા. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા સબા હૃતિક રોશનના પરિવાર સાથે લંચ કરવા પહોંચી હતી. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બાય ધ વે, અમે તમને જણાવી દઈએ કે સબા ખૂબ જ ટેલેન્ટેડ છે. તે એક ગાયક છે અને તેનો ગીત ગાતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

સબાએ ઈન્સ્ટાગ્રામ પર તેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બંગાળી ગીત ગાતી જોવા મળી રહી છે. સબાના આ ટેલેન્ટને જોઈને ફેન્સ અને તેના મિત્રો તેના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં રિતિક પણ આ વીડિયો જોઈને સબાના વખાણ કરવાથી પોતાને રોકી શક્યો નહીં.

વીડિયો શેર કરતી વખતે સબાએ લખ્યું, ‘હું ઘરે બીમાર છું અને મારામાં કંઈ કરી શકવાની તાકાત નથી, હું માત્ર ગીત ગાઈ શકું છું. જ્યારે હું નાની હતી, ત્યારે મારા માતા-પિતા મને ક્લાસિક રે ફિલ્મ Goopy Gyne Bagha Byne ના ગીતોવાળી કેસેટ લાવતા હતા. પછી મેં ગીતની દરેક પંક્તિ યાદ કરી લીધી.ઘરે સાંજે મિત્રો સાથે ગીત ગાતા મને સમજાયું કે આ ગીત મને હજુ પણ યાદ છે.

સબાના આ વીડિયો પર રિતિકે કમેન્ટ કરી કે, તમે અદ્ભુત વ્યક્તિ છો. તો સબાએ અભિનેતાની ટિપ્પણીનો જવાબ આપ્યો, અને તમે એક ઉમદા વ્યક્તિ છો. બંનેની આ કોમેન્ટ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.

રિતિકની પ્રોફેશનલ લાઈફ

હૃતિકની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2019માં આવેલી ફિલ્મ વોરમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રિતિક સાથે ટાઈગર શ્રોફ અને વાણી કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મ પછી રિતિક કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. પરંતુ હવે હૃતિક પાસે 2 ફિલ્મો છે. તે વિક્રમ વેધ અને ફાઈટરમાં જોવા મળશે. વિક્રમ વેધમાં હૃતિક સાથે સૈફ અલી ખાન લીડ રોલમાં છે. ફાઈટરમાં રિતિક અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હશે.

આ પણ વાંચો :  Russia Ukraine War: PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર કરશે વાત

Next Article