દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

દિવાળી પાર્ટીમાં રિતિક રોશન (Hrithik Roshan) અને તેમની માતા પિંકી એક સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. મા પુત્રનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. અભિનેતાની માતાએ આ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Hrithik Roshan, Pinky Roshan
| Edited By: | Updated on: Nov 07, 2021 | 3:13 PM

તહેવારોના સમય દરમિયાન આપણે બધા પરિવાર સાથે સમય વિતાવીએ છીએ અને આ એવો સમય છે જ્યારે આપણે બધા પરિવાર સાથે આનંદ કરીએ છીએ અને જીવનભરની યાદો બનાવીએ છીએ. દિવાળીની ધુમ ચારે બાજુ છવાયેલ છે. આ ખાસ પ્રસંગે, આપણે પરિવાર સાથે વધુને વધુ સમય પસાર કરવાનું પસંદ કરીએ છીએ.

રિતિક રોશને (Hrithik Roshan) પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો. હવે રિતિક અને તેમની માતા પિંકીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પરિવારના તમામ સભ્યો તેમની સાથે ડાન્સની મજા લેતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

દિવાળી પાર્ટીમાં માતા સાથે રિતિક ડાન્સ કરે છે

વીડિયોની શરૂઆતમાં રિતિક બ્લેક કુર્તા પાયજામા પહેરેલા જોવા મળે છે અને તેમની માતાએ પિંક કલરનો સૂટ પહેર્યો છે. પરિવારના અન્ય સભ્યો ડાન્સની મજા લેતા જોવા મળે છે. બંને માતા અને પુત્ર ‘બૂમબૂમ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. રિતિકની માતા પિંકીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેમના પુત્ર સાથે ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં તેમણે લખ્યું કે, “સૂરજ ચમક્વા લાગે છે જ્યારે હું મારા પુત્ર સાથે ડાન્સ કરું છું, રોશન થઈ જાય છે આખી દુનિયા”. વીડિયોમાં રિતિકની માતા તેના પુત્ર સાથે ડાન્સ કરતા ખૂબ જ ખુશ જોવા મળે છે.

 

 


રિતિકે દિવાળી પર શેર કર્યો ફેમિલી ફોટો

દિવાળીના ખાસ અવસર પર રિતિકે પરિવાર સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા તેમણે લખ્યું, “પ્રેમથી ભરેલું હૃદય, આશાઓથી ભરેલી આંખો. ફરી એકવાર અમે બધા સૂરજ સાથે અમારી યાત્રા કરવા માટે તૈયાર છીએ. અમે બધા પહેલા કરતા વધુ સારી રીતે એકબીજાની સંભાળ લેવા તૈયાર છીએ.

 


રિતિક રોશનના પુત્રો Hrehaan અને Hridaan એ તેમની માતા સુઝેન ખાન સાથે દિવાળીની ઉજવણી કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન છેલ્લે ફિલ્મ વોરમાં જોવા મળ્યા હતા. આ સિવાય દીપિકા પદુકોણ (Deepika Padukone) સાથે ફાઈટર (Fighter)માં જોવા મળશે અને વિક્રમ વેધામાં સૈફ અલી ખાન સાથે જોવા મળશે.

 

આ પણ વાંચો:- ‘Sooryavanshi’નું ટીપ-ટીપ ગીત થયું રિલીઝ, અક્ષય અને કેટરિના વચ્ચે જોવા મળી સિઝલિંગ કેમેસ્ટ્રી

આ પણ વાંચો:- હિના ખાનનો આ બોલ્ડ ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જુઓ અભિનેત્રીના નવા ફોટા

 

Published On - 11:25 pm, Sat, 6 November 21