યશની ‘KGF 2’ શરૂઆતના દિવસે કેટલી કમાણી કરશે, શું RRRનો રેકોર્ડ તોડશે ??

KGF Chapter 2 બોક્સ ઓફિસ કલેક્શન : રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF 2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી. શું આ ફિલ્મ ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ્સ તોડી નાખશે ??

યશની KGF 2 શરૂઆતના દિવસે કેટલી કમાણી કરશે, શું RRRનો રેકોર્ડ તોડશે ??
KGF 2 Movie (File Photo)
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:50 AM

કન્નડ ફિલ્મોનો (Tollywood) સુપરસ્ટાર યશ (Superstar Yash) આજે એટલે કે ગુરુવારે તેની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ (KGF Chapter 2) દ્વારા સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત ‘KGF ચેપ્ટર 2’ આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે, પરંતુ તેની રિલીઝ પહેલા જ આ ફિલ્મ એડવાન્સ ટિકિટ બુકિંગના મામલે ‘RRR’ને પાછળ છોડી દીધી છે. અત્યારે, આ ફિલ્મની 20 કરોડ રૂપિયાથી વધુની ટિકિટો વેચાઈ ચૂકી છે. આ જોયા બાદ લાગે છે કે ફિલ્મ ઓપનિંગ ડે પર જ શાનદાર કલેક્શન કરી શકે છે.

જાણો KGF ચેપ્ટર 2 ઓપનિંગ ડે પર કેટલું કલેક્શન કરશે?

ફિલ્મ વિશ્લેષકોએ રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ઓપનિંગ ડે પર કેટલું કલેક્શન કરશે તેની આગાહીઓ શેર કરી છે.  જાણીતા ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું કે KGF 2 સુનામીની જેમ શરૂ થશે. એડવાન્સ બુકિંગના મામલામાં ફિલ્મે સારું પ્રદર્શન કર્યું છે. એડવાન્સ બુકિંગના મામલામાં આ ફિલ્મ પહેલાથી જ RRRને પાછળ છોડી ચૂકી છે. Covid -19 પછી KGF સૌથી વધુ બુકિંગ કરનારી ફિલ્મ બની છે.

 

 

તરણ આદર્શ સિવાય, ફિલ્મ સમીક્ષક અને ફિલ્મ ટ્રેડ વિશ્લેષક સુમિત કડેલ માને છે કે યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 શરૂઆતના દિવસે 45 થી 50 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. તેણે આ અંદાજ ફિલ્મના હિન્દી વર્ઝન માટે જ બનાવ્યો છે.

સુમિતે પોતાના એક ટ્વીટમાં લખ્યું- KGF ચેપ્ટર 2 (હિન્દી)ની એડવાન્સ બુકિંગ શરૂઆતના દિવસે 25 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આ ફિલ્મે બાહુબલી 2 પછી અત્યાર સુધીની બીજી સૌથી વધુ એડવાન્સ બુકિંગ નોંધાવી છે. પ્રથમ દિવસનું કલેક્શન 40 કરોડના ચોખ્ખા આંકડાને પાર કરવા જઈ રહ્યું છે અને અંદાજ છે કે તે 45 થી 50 કરોડનો બિઝનેસ કરશે.

સુમિત કડેલનું ટ્વીટ અહીં જુઓ

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા પણ માને છે કે યશની ફિલ્મ તેના પહેલા ભાગને અને રાજામૌલીની આરઆરઆરને શરૂઆતના દિવસે જ માત આપશે. રમેશ બાલાએ જણાવ્યું હતું કે KGF ચેપ્ટર 1 ના હિન્દી સંસ્કરણે તેના જીવનકાળમાં 40-45 કરોડનું કલેક્શન કર્યું હતું અને એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડ્યો હતો, KGF ચેપ્ટર 2 ચોક્કસપણે પ્રથમ દિવસે અને ઓછામાં ઓછા 43 કરોડના ચેપ્ટર 1ના લાઇફટાઇમ કલેક્શનને માત આપશે. ઉત્તર ભારતમાં 45 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે.

 

અમે તમને જણાવી દઈએ કે, KGF ચેપ્ટર 2 માં યશ સિવાય પ્રકાશ રાજ, સંજય દત્ત અને રવિના ટંડન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

શું તમે યશની KGF 2 ફિલ્મ નિહાળવા જઇ રહ્યા છો ?? અમને નીચે ક્મેન્ટ બોક્સમાં જણાવશો …

આ પણ વાંચો – Alia Ranbir Wedding : શું રણબીર કપૂરે તેના લગ્નના સમાચાર ફેલાવ્યા હતા?? જાણો અહીયાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 10:48 am, Thu, 14 April 22