‘KBC 13’ માં પ્રથમ આ સ્પર્ધક બનશે કરોડપતિ! જાણો કઈ તારીખે જોવા મળશે આ ખાસ એપિસોડ

|

Aug 26, 2021 | 8:17 AM

કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ના બીજા અઠવાડિયામાં આ શોને પ્રથમ કરોડપતિ સ્પર્ધક મળવાના છે. પરંતુ કરોડપતિ બનવા સુધી આ સ્પર્ધકની સફર ખૂબ જ રસપ્રદ રહેશે.

KBC 13 માં પ્રથમ આ સ્પર્ધક બનશે કરોડપતિ! જાણો કઈ તારીખે જોવા મળશે આ ખાસ એપિસોડ
himani bundela going to become a first contestant who win 1 crore in Kaun banega crorepati season 13

Follow us on

કૌન બનેગા કરોડપતિ સિઝન 13 ને (Kaun Banega Crorepati Season 13) તેની પ્રથમ કરોડપતિ મળી છે. આગ્રાના એક દૃષ્ટિહીન સ્પર્ધક હિમાની બુંડેલાએ તમામ પ્રશ્નોના સાચા જવાબો આપીને 1 કરોડ પોતાના નામે કરી લીધા છે. સોની ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં, શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) હિમાનીને (Himani bundela) અભિનંદન આપતા જોઈ શકાય છે. વિડીયોમાં હિમાનીનો જવાબ સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન મોટેથી કહી રહ્યા છે કે ‘એક કરોડ જીત ગઈ હૈ આપ.’ હિમાની પણ આ સાંભળીને ખુશ થઈ જાય છે.

એક કરોડ જીત્યા બાદ હિમાની 7 કરોડના સવાલનો સામનો કરવા જઈ રહી છે. શોના પ્રોમોમાં જોઈ શકાય છે કે અમિતાભ બચ્ચન તેમને 7 કરોડનો પ્રશ્ન પૂછે છે. પરંતુ 7 કરોડનો પ્રશ્ન પાર કરવો દરેક માટે પડકારજનક હોય છે, કારણ કે આ પ્રશ્નનો જવાબ આપવા સ્પર્ધક લાઈફ લાઈનનો ઉપયોગ કરી શકતા નથી. જો કે 1 કરોડ સુધી પહોંચવામાં મોટાભાગના સ્પર્ધકોની તમામ લાઇફ લાઇનો પૂરી થઇ જાય છે. તમને જણાવી દઈએ કે આ એપિસોડ 30 અને 31 ઓગસ્ટે ટીવી પર જોવા મળશે.

ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !
રાત્રે ઊંઘ નથી આવતી? અજમાવો 6 આયુર્વેદિક ઉપાય

જીવનમાં ના માની હાર

હિમાની ચોક્કસપણે દૃષ્ટિહીન છે, પરંતુ તેણીએ જીવનમાં હાર ના માની. તેમની કવિતા જીવન જીવવાની નવી આશા આપે છે. તે કહે છે કે “આમ તો જીવન સૈ કોઈ જીવી લે છે, પરંતુ એવું જીવો કે ઉદાહરણ બની જાઓ.” જોકે અમિતાભ બચ્ચન કોરોના સમયગાળા દરમિયાન કોઈની સાથે હાથ મિલાવતા નથી, પરંતુ તે આગામી એપિસોડમાં હિમાનીનો હાથ પકડીને અને પોતે તેને હોટ સીટ પર લઈ જતા જોવા મળશે. એટલું જ નહીં, આ ગેમ દરમિયાન બોલિવૂડ મેગાસ્ટાર હિમાનીને પાણીનો ગ્લાસ આપતાં જોઈ શકીશું. ચોક્કસ પણે આ એપિસોડ બિલકુલ ખાસ રહેવાનો છે. દર્શકોને પણ આ એપિસોડમાં ખાસ મજા આવશે.

અનુપા દાસ 7 કરોડ રૂપિયા જીતી શક્યા હોત

છેલ્લી સીઝન એટલે કે કૌન બનેગા કરોડપતિ સિઝન 12 માં, સ્પર્ધક અનુપા દાસે તેમને પૂછેલા 7 કરોડના પ્રશ્નનો સાચો જવાબ આપ્યો. પરંતુ તેણે સાચો જવાબ આપતા પહેલા શો છોડવાનો નિર્ણય લીધો હતો, તેથી તે માત્ર 1 કરોડ લઈને ઘરે ગઈ. જોકે, અનુપાને આ અંગે કોઈ અફસોસ નહોતો. તેમણે કહ્યું હતું કે 1 કરોડની રકમ જોખમ લેવા માટે મોટી રકમ હતી. તેથી જ તેણે 1 કરોડ લઈને રમત છોડવાનો નિર્ણય કર્યો હતો.

 

આ પણ વાંચો: નાની બાળકીના ડાન્સથી પ્રભાવિત થયા Kartik Aryan, પોતે શેર કર્યો વીડિયો, તમે પણ જુઓ VIDEO

આ પણ વાંચો: Dhaakad Budget: કંગનાની ફિલ્મ ધાકડ બની મહિલા કેન્દ્રિત અભિનેત્રીની સૌથી મોંઘી ફિલ્મ, જાણો કુલ બજેટ

Published On - 8:17 am, Thu, 26 August 21

Next Article