આ વર્ષે 20-28 નવેમ્બરના રોજ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 52મી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હેમા માલિની અને પ્રસૂન જોશીને આ એવોર્ડથી સન્માનિત કરાશે. ગયા વર્ષે આ એવોર્ડ પીઢ અભિનેતા, દિગ્દર્શક અને ગાયક બિસ્વજીત ચેટરજીને આપવામાં આવ્યો હતો. આ વર્ષે જાણીતા અભિનેત્રી હેમા માલિની અને સ્ક્રીન રાઈટર પ્રસૂન જોશીને આ એવોર્ડ મળશે.
તમને જણાવી દઈએ કે પહેલીવાર OTT પ્લેટફોર્મને પણ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું છે. સત્યજીત રે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અમેરિકન ફિલ્મ નિર્માતા માર્ટિન સ્કોર્સીસ અને હંગેરિયન ફિલ્મ નિર્માતા ઈસ્તવાન સાબોને આપવામાં આવશે.
અનુરાગ ઠાકુરે હેમા માલિની અને પ્રસૂન જોશી માટે કહ્યું છે કે ”આ બંનેએ દાયકાઓથી હિન્દી સિનેમાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેણે પોતાના કામથી ઘણી પેઢીઓનું મનોરંજન કર્યું છે. હેમા માલિની પીઢ અભિનેત્રી હોવાની સાથે સાથે રાજકારણી પણ છે તો એક મહાન ગીતકાર હોવા સાથે પ્રસૂન જોશી સ્ક્રીન રાઈટર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના અધ્યક્ષ પણ છે.”
Hema Malini and Prasoon Joshi will be honoured with the ‘Indian Film Personality of the Year’ award at the International Film Festival of India (IFFI) to be organised between Nov 20 & Nov 28 in Goa: I&B Minister Anurag Thakur pic.twitter.com/cq34DskVet
— ANI (@ANI) November 18, 2021
આ વર્ષે યોજાનારા એવોર્ડ સમારોહમાં સાઉથની એક્ટ્રેસ સામંથા પ્રભુ પણ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો ભાગ બનવા જઈ રહી છે. સમંથા IFFIમાં વક્તા તરીકે આમંત્રિત થનારી પ્રથમ દક્ષિણ અભિનેત્રી છે. સામંથાએ OTT પ્લેટફોર્મ પર પગ મૂક્યો છે.
તે વેબ સિરીઝ ધ ફેમિલી મેન 2માં જોવા મળી હતી. તેમની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટ્સનું માનીએ તો સમંથા ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મની જાહેરાતની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ વર્ષે યોજાનારો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાસ બની રહેશે. કેમકે તેમાં ઓટીટી પ્લેટફોર્મ પણ સામેલ છે. આ ફેસ્ટિવલમાં ઘણી ફિલ્મો પ્રદર્શિત થવાની છે. ‘એ સંજે ઇન ધ કન્ટ્રી’, ‘બ્રેથલેસ’, ‘ઓલ ધ મની ઇન ધ વર્લ્ડ’ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.
આ પણ વાંચોઃ Video : આ દોસ્તીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ ! બાળકોને વ્હાલ કરતા ચિમ્પાન્ઝીને જોઈને લોકો થયા આશ્ચર્યચકિત