
ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે. ઉદયપુરમાં ગઈકાલ સોમવારથી લગ્નના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે અને આગામી બે દિવસ સુધી લગ્નના કાર્યક્રમો ચાલશે. લગ્ન 14 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે સાંજના સમયે લગ્ન કરશેની માહિતી મળી રહી છે. આ પહેલા બંનેએ 31 મે 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. જો કે આ વખતે બંને પરંપરાગત રીતે તમામ રીતી રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન ઉદયપુરની રેફલ્સ હોટલમાં યોજાઈ રહ્યાં છે . રસપ્રદ વાત એ છે કે આ કપલના લગ્નમાં તેમનો પુત્ર અગસ્ત્ય પણ હાજર રહેશે.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજે લગ્ન કરવા જઈ રહ્યા છે જેમાં અનુષ્કા અને વિરાટ પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તે સાથે પરિવારના સભ્યો અને ભારતીય ક્રિકેટર ઈશાન કિશન પણ તેમની સાથે આવ્યા છે. લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. તેમજ સાંજે 7 વાગ્યાની આસપાસ ફેરા લેશે તેવી પણ માહિતી પણ સામે આવી રહી છે, આ લગ્નની તમામ વીધી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહેંદી સેરેમની સોમવારે થઈ હતી. જ્યારે મંગળવારે હલ્દી અને સંગીત જેવા કાર્યક્રમો યોજાયા હતા. જે બાદ સાંજના સમયે બન્ને ફરી એકવાર લગ્નના બંધનમાં તમામ વીધી વીધાન સાથે બંધાય જશે.
હાર્દિક અને નતાશાના લગ્નમાં હાજરી આપવા માટે ઘણા ક્રિકેટર અને બોલિવૂડ સેલેબ્સ ઉદયપુર જવા રવાના થયા છે. જેમાં ન્યૂલી વેડ કપલ અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પણ લગ્નમાં હાજરી આપવા પહોચ્યાં છે.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020 માં કોરોના દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. તેઓ 3 વર્ષના પુત્રના માતા-પિતા પણ છે. ત્યારે 2020 માં તેમના કોર્ટ મેરેજ થયા હોવાથી ઘણા લોકો સામેલ થઈ શક્યા ન હતા. તેથી આ કપલે ભવ્ય લગ્ન કરવાનું આયોજન કર્યું છે અને આજે આ કપલ ઉદયપુરમાં ફરી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. કપલ તેમના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે અગાઉ હાર્દિક, નતાશા અને તેમનો પુત્ર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
લગ્નના એક વર્ષ બાદ બંને એક પુત્રના માતા-પિતા બન્યા હતા. હવે હાર્દિક અને નતાશા હિંદુ વિધિથી લગ્ન કરવા ઈચ્છે છે. એટલા માટે તેઓએ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઉદયપુરની પસંદગી કરી છે. આ લગ્નમાં તેમનો પુત્ર પણ હાજર રહશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના કાર્યક્રમો 13 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ ગયા છે, જે 15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જોકે, લગ્ન આજે થશે.