રમેશ સિપ્પીનું ( Ramesh Sippy) નામ આવતા જ તમારા મગજમાં વધુ એક નામ ચોક્કસપણે આવશે અને તે છે ફિલ્મ ‘શોલે’નું (Sholay). આ ફિલ્મનું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું. રમેશ સિપ્પી એક ભારતીય ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક છે. રમેશ સિપ્પીનો જન્મ 23 જાન્યુઆરી 1947ના રોજ ગોપાલદાસ પરમાનંદ સિપ્પીના ઘરે થયો હતો, જેઓ ફિલ્મ નિર્માતા-ડિસ્ટ્રીબ્યુટર અને ઘણા વર્ષો સુધી ફિલ્મ ઉદ્યોગના નેતા હતા.
તમને જણાવી દઈએ કે રમેશ સિપ્પીના જન્મ સમયે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં રહેતો હતો, જે ભાગલા પછી મુંબઈ આવી ગયો હતો. રમેશ સિપ્પીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી જ પૂરો કર્યો છે. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. રમેશ સિપ્પીએ બે લગ્ન કર્યા છે. તેમની બીજી પત્ની એક્ટ્રેસ કિરણ જુનેજા છે. બંનેને બે બાળકો છે, રોહન કપૂર જે એક ફિલ્મ ડિરેક્ટર છે. અને તેઓને એક પુત્રી છે.શીના કપૂર જેના લગ્ન શશી કપૂરના પુત્ર કુણાલ કપૂર સાથે થયા છે.
રમેશ સિપ્પીએ પોતાના કરિયરની પહેલી જ ફિલ્મમાં સુપરસ્ટાર રાજેશ ખન્ના, હેમા માલિની અને શમ્મી કપૂર સાથે ફિલ્મ ‘અંદાઝ’ બનાવી હતી. જે વર્ષ 1971માં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી અને આ ફિલ્મથી રમેશ સિપ્પી ફિલ્મી દુનિયામાં અલગ જ જગ્યા બનાવી લીધી હતી. આ પછી તેણે હેમા માલિની સાથે ફિલ્મ ‘સીતા ઔર ગીતા’ કરી જેમાં હેમા માલિનીનો ડબલ રોલ હતો. આ ફિલ્મ વર્ષ 1972માં રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ પણ સુપરહિટ ફિલ્મોમાં સામેલ થઈ ગઈ હતી. સતત બે ફિલ્મો હિટ થવી એ રમેશ સિપ્પી માટે મોટી વાત હતી. આનાથી તેનો ઉત્સાહ વધ્યો અને તેણે ફિલ્મ ‘શોલે’ બનાવી જે આજે પણ લોકો પસંદ કરે છે. જેટલી તે સમયે પસંદ કરવામાં આવતી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે સમયે ‘શોલે’ની આવક 3 કરોડ રૂપિયા હતી. આ ફિલ્મ વર્ષ 1975માં સલીમ-જાવેદની જોડીએ લખી હતી.
રમેશ સિપ્પીએ ‘શોલે’ના રૂપમાં એટલી મોટી લાઇન દોરી હતી કે જ્યારે પણ તેઓ ફિલ્મ બનાવી ત્યારે તેની સરખામણી ‘શોલે’ સાથે કરવામાં આવતી હતી. ‘શોલે’ની સફળતાએ રમેશ સિપ્પી પર એક રીતે ભારે પડવા લાગી હતી અને તેના કારણે તેઓ દબાણમાં આવી ગયા. ‘શોલે’ની સફળતા એવી હતી કે મુંબઈના મેટ્રો સિનેમામાં સતત 5 વર્ષથી વધુ સમય સુધી ફિલ્મ કર્યા પછી તેની 1980માં આવેલી ફિલ્મ ‘શાન’ પણ એક મોટા બજેટની ફિલ્મ હતી જેમાં ઘણા મોટા સ્ટાર્સે કામ કર્યું હતું.
જો કે આ પછી આવેલી કેટલીક ફિલ્મોને વધારે સફળતા ન મળી તે જોઈને રમેશ સિપ્પી નાના પડદા તરફ વળ્યા. ત્યારે આટલા મોટા દિગ્દર્શકને સિરિયલો બનાવતા જોઈને લોકો ચોંકી ગયા હતા. સિરિયલોમાં પણ તેણે ઘણા માઈલસ્ટોન સેટ કર્યા હતા. પરંતુ ફરી હિંમત ભેગી કરીને રમેશ સિપ્પી ફિલ્મોમાં પાછા ફર્યા. 1989માં તેણે મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મ ‘ભ્રષ્ટાચાર’, 1991માં અમિતાભ બચ્ચન સાથે ‘અકેલા’ અને 1995માં શાહરૂખ ખાન સાથે ‘જમાના દિવાના’ બનાવી, પરંતુ આ બધામાં તે રમેશ સિપ્પી જોવ ના મળ્યા જે ‘શોલે’માં જોવા મળ્યા હતા.
અમુક ફિલ્મો બોક્સઓફિસ પર સફળ ના થતા રમેશ સિપ્પી સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. આ પછી તેણે ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું અને આજે ઘણા વર્ષો વીતી ગયા પરંતુ તે પછી તેણે કોઈ ફિલ્મ કરી નહીં. જો કે, આ દિવસોમાં તેનો પુત્ર રોહન સિપ્પી દિગ્દર્શન અને નિર્માણમાં સક્રિય છે.
આ પણ વાંચો : અંતરિક્ષ યાત્રા માટે બની રહ્યું છે ‘સ્પેસ્પ્લેન’ જે સામાન્ય પ્લેનની જેમ ભરશે ઉડાન, જાણો તેની ખાસિયતો
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 43 હજારે પહોંચ્યો, જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ કેસ