બોલિવૂડની (Bollywood) સૌથી સુંદર એક્ટ્રેસ પૈકી એક જૂહી ચાવલા (Juhi Chawla) 54 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 13 નવેમ્બર, 1967ના રોજ અંબાલામાં થયો હતો. ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચુકેલી જૂહી ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. તે હવે ફિલ્મો કરતાં ખેતી પર વધુ ધ્યાન આપી રહી છે. બર્થડે પહેલા જુહી ચાવલાએ તેના ફેન્સને વૃક્ષારોપણ કરવાની સલાહ આપી હતી.
જુહીની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો તે ખૂબ જ રસપ્રદ છે. અભિનેત્રીએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું.
જુહીના લગ્ન એક પરિણીત પુરુષ સાથે થયા છે. તેમના પતિનું નામ જય મહેતા છે. જોકે, જૂહી જ્યારે જયને પહેલીવાર મળી ત્યારે તેની પત્ની સુજાતા બિરલાનું અવસાન થયું હતું. સુજાતાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત પછી જ જૂહી અને જય વચ્ચે નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. તમને જણાવી દઈએ કે જુહીએ પોતાના લગ્નની વાત ઘણા સમયથી બધાથી છુપાવી હતી.
1988માં તેને આમિર ખાન સાથેની ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ઓળખ મળી હતી. આ પછી, તેણે હમ હૈ રાહી પ્યાર કે, ડર, ઇશ્ક, માય બ્રધર નિખિલ વગેરે સહિત ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું. વર્ષ 2019 માં તે સોનમ કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
તમને જણાવી દઈએ કે જ્યારે જૂહી ફિલ્મ કારોબારનું શૂટિંગ કરી રહી હતી. ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશન અને બિઝનેસમેન જય મહેતા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. શૂટિંગ દરમિયાન જ રાકેશ જૂહી અને જયને મળવા આવ્યા હતા.
શુટિંગ દરમિયાન જ જુહી-જય ઘણી વખત મળ્યા હતા. જોકે, બંનેએ એકબીજા પ્રત્યે બહુ રસ દાખવ્યો ન હતો. પરંતુ જ્યારે જૂહીને ખબર પડી કે જયની પત્નીનું પ્લેન એક્સિડન્ટમાં મૃત્યુ થયું છે. ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું.
જ્યારે બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે જૂહીની માતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જૂહીને આ દુ:ખમાંથી બહાર કાઢવામાં જયે ઘણી મદદ કરી. અને આખરે જૂહીએ 1995માં જય મહેતા સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે, પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન.
જુહીના પતિ જય મહેતા બહુરાષ્ટ્રીય કંપની મહેતા ગ્રુપના માલિક છે. તેની બે સિમેન્ટ કંપની પણ છે. શાહરૂખ ખાનની સાથે તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે.
જણાવી દઈએ કે જૂહી ચાવલાએ પોતાના કરિયરની ટોચ પર બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. જો કે તેણે લગ્નની વાત લાંબા સમય સુધી ગુપ્ત રાખી હતી. બાદમાં એક ઈન્ટરવ્યુમાં જૂહીએ તેના અંગત જીવન વિશે ઘણું કહ્યું હતું.
જુહી ચાવલાએ 1986માં આવેલી ફિલ્મ સલ્તનતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી. આ પછી, તે 1988ની ઈ-ફિલ્મ કયામત સે કયામત તકમાં જોવા મળી હતી. આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં અમેરિકાએ છોડેલા હથિયારો પર પાકિસ્તાનની નજર, તાલિબાન પાસેથી કરશે ખરીદી
આ પણ વાંચો : Blast in Afghanistan: નંગરહાર પ્રાંતમાં નમાજ દરમિયાન મસ્જિદમાં થયો જોરદાર વિસ્ફોટ, ત્રણના લોકોના મોત, 12 ઘાયલ