શિલ્પાના સમર્થનમાં આવ્યા હંસલ મહેતા, બોલીવૂડના અન્ય લોકોની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું

શિલ્પા શેટ્ટી બોલીવૂડની એ અભિનેત્રીઓમાંની એક છે જેમને ઘણા બોલીવુડ સેલેબ્સ સાથે સારા સંબંધો છે. પરંતુ આજે તેના સમર્થનમાં કોઈ આગળ આવી રહ્યું નથી, જેના કારણે હંસલે તે બધા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

શિલ્પાના સમર્થનમાં આવ્યા હંસલ મહેતા, બોલીવૂડના અન્ય લોકોની કાઢી ઝાટકણી, જાણો શું કહ્યું
Hansal Mehta took a stand for Shilpa Shetty and slammed Bollywood celebs
| Edited By: | Updated on: Jul 31, 2021 | 9:47 AM

રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે. ઘણા લોકોના મનમાં પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે કે શિલ્પા પણ રાજ (Raj Kundra Case) સાથે સંકળાયેલી હતી કે નહીં. જોકે, અત્યાર સુધી શિલ્પા સામે કોઈ પુરાવા મળ્યા નથી. દરમિયાન, ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ (Hansal Mehta) અભિનેત્રીના સમર્થનમાં ઘણા ટ્વીટ કર્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આવા સમયે શિલ્પાને એકલી છોડી દો તેને. આ સિવાય હંસલે બાકીના સેલેબ્સને નિશાન બનાવ્યા છે જે શિલ્પાના સમર્થનમાં આગળ ન આવ્યા.

હંસલે ટ્વિટ કર્યું, ‘જો તમે શિલ્પા માટે ઉભા ન રહી શકો તો તેને એકલી છોડી દો. તેને પ્રાઈવસી આપો. આ ખૂબ જ ખોટું છે કે લોકો કોર્ટનો નિર્ણય આવ્યા વગર કોઈને પણ દોષિત બનાવી દે છે.

આ પછી, હંસલે બાકીના સેલેબ્સને નિશાન બનાવ્યા જે શિલ્પાના સમર્થનમાં બોલતા નથી. હંસલે લખ્યું, ‘દરેક વ્યક્તિ સાથે આવે છે અને સારા સમયે પાર્ટી કરે છે.પણ ખરાબ સમયમાં દરેક વ્યક્તિ ચૂપ રહે છે. સત્ય બહાર આવ્યા વગર પહેલાથી જ નુકસાન થઈ જાય છે.

હંસલે આગળ લખ્યું, ‘જો કોઈ સેલિબ્રિટી સામે કોઈ આરોપ છે, તો લોકો પહેલાથી જ તેના વિશે ચુકાદો આપવા માંડે છે. તેઓ તેના પાત્ર પર સવાલ કરે છે અને નકામી ગપસપ કરે છે. આ છે મૌનની કિંમત.

શિલ્પાને ક્લીન ચિટ મળી નથી

જોકે શિલ્પાને હજુ સુધી આ મામલે ક્લીન ચિટ મળી નથી. આ કેસમાં શિલ્પાની પૂછપરછ કરવામાં આવી છે અને તેણે કહ્યું કે તેને રાજના આ કામ વિશે તેને ખબર નથી. સાથે જ રાજે તપાસ દરમિયાન એમ પણ કહ્યું છે કે શિલ્પાને તેના કામની કોઈ ખબર નહોતી. પરંતુ શિલ્પા અગાઉ રાજની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીઝમાં ડિરેક્ટર હતી, આ કારણે શિલ્પા પર શંકા છે. જોકે, બાદમાં શિલ્પાએ કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું.

રાજ પર ગુસ્સે હતી શિલ્પા

રાજ જ્યારે ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે ઘરે આવ્યો ત્યારે શિલ્પા તેના પર ખૂબ ગુસ્સે હતી. તેણે કહ્યું હતું કે તારા આ કામને કારણે આખો પરિવાર બદનામ થઈ રહ્યો છે. તે આવું કેમ કર્યું? આનાથી મારા પ્રોજેક્ટ્સ પર પણ અસર પડી છે. રાજ પર ગુસ્સો કર્યા બાદ શિલ્પા તૂટી પડી અને રડવા લાગી. શિલ્પાની હાલત જોઈને રાજ પણ ભાવુક થઈ ગયો.

 

આ પણ વાંચો: Bigg Boss OTT: કન્ફર્મ થયું પહેલું નામ, આ ફેમસ સિંગર શોમાં રેલાવશે સુર કે પાડશે દહાડ?

આ પણ વાંચો: Birthday Special: સલમાન ખાનના કહેવા પર કિયારાએ બદલ્યું પોતાનું નામ, જાણો સાચું નામ અને કારણ