Eros Nowએ હંમેશા તેના દર્શકોને શાનદાર બ્લોકબસ્ટર રજૂ કર્યા છે. તેના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સથી પ્રેક્ષકોને આકર્ષિત કરતા ઈરોઝ નાઉએ તાજેતરમાં તેની લોકપ્રિય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘હાથી મેરે સાથી’ (Haathi Mere Saathi)ની રજૂઆતની જાહેરાત કરી હતી. આ ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.
આ સાથે ઉત્સાહના સ્તરને ઘણા સ્તરે ઉપર લઈ જઈને લીડિંગ ઓટીટી પ્લેટફોર્મે આજે ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ચોક્કસ તમારા બધાનું દિલ જીતી લેશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 18 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરોઝ નાઉ પ્લેટફોર્મ અને ઝી સિનેમા પર એક સાથે રિલીઝ થવા જઈ રહી છે.
પ્રારંભિક ચર્ચામાં ફિલ્મને મળેલા ઉત્સાહ અને પ્રેમને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ વિશ્વવ્યાપી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે અને તેમના ઓટીટી પ્લેટફોર્મ ઈરોઝ નાઉ પર રિલીઝ કરવા માટે ગણેશ ચતુર્થીના શુભ મહિના કરતાં બહેતર શું હોય શકે છે.
આ જાદુઈ ટ્રેલર ચોક્કસ તમને બધાને તમારી સીટો પર જકડીને રાખશે. 18 સપ્ટેમ્બર 2021ના રોજ ઈરોઝ નાઉ પર સ્ટ્રીમિંગ માટે તૈયાર આ ફિલ્મનું નિર્દેશન પ્રભુ સોલોમને કર્યું છે અને આ સાહસિક ફિલ્મમાં રાણા દગ્ગુબતી અને પુલકિત સમ્રાટ છે. શ્રિયા પિલાગાંવકર અને ઝોયા હુસેન પણ ફિલ્મમાં સહાયક ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં રાણાએ કહ્યું હતું કે આ ફિલ્મે તેમને વધુ સારા વ્યક્તિ બનવામાં મદદ કરી છે. રાણાએ કહ્યું હતું કે હું આ ફિલ્મ કરીને ગર્વ અનુભવું છું. આ ફિલ્મ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે શહેરીકરણનું હાથીઓ માટે શું નુકસાન છે.
આ ફિલ્મ 3 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. હિન્દી (Hindi), તમિલ (Tamil) અને તેલુગુ (Telugu). એવું કહેવાય છે કે આ ફિલ્મ પર્યાવરણીય કાર્યકર્તા જાદવ પર આધારિત છે, જેને 2015માં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે રાણાએ વર્ષ 2010માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રાણાની પ્રથમ ફિલ્મ લીડર હતી, જેના દ્વારા અભિનેતાએ અભિનયની શરૂઆત કરી હતી. તે જ સમયે બોલિવૂડમાં રાણાએ ફિલ્મ દમ મારો દમ (Dum Maro Dum)થી એન્ટ્રી કરી હતી.
રાણાની બોલીવુડ ફિલ્મો
બોલિવૂડમાં રાણાએ ડિપાર્ટમેન્ટ, ધ ગાઝી એટેક, વેલકમ ટુ ન્યૂયોર્ક, હાઉસફુલ 4 અને બેબી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ વર્ષે રાણાની માત્ર હાથી મેરે સાથી રિલીઝ થશે. આ પછી વર્ષ 2022માં રાણા ફિલ્મ ભીમલા નાયક (Bheemla Nayak)માં જોવા મળશે. ફિલ્મમાં રાણા ઉપરાંત પવન કલ્યાણ, નિત્ય મેનન અને ઐશ્વર્યા રાજેશ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો : OMG: વિક્કી કૌશલ સ્ટારર ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર થશે રિલીઝ, જાણો કયા દિવસે થશે સ્ટ્રીમિંગ
આ પણ વાંચો: ‘થલાઇવા’ Rajinikanth એ ‘થલાઇવી’ની કરી પ્રશંસા, આવી મુશ્કેલ ફિલ્મ બનાવવા માટે દિગ્દર્શકની કરી પ્રશંસા