ગુરમીત દેબીનાની પુત્રી લિયાનાને જન્મના પાંચમા દિવસે આ રોગ થયો હતો, અભિનેત્રીએ કર્યો ખુલાસો

|

Apr 27, 2022 | 10:13 PM

ટેલીવુડ કલાસિક કપલ ગુરમીત ચૌધરી (Gurumeet Chaudhary) અને દેબીના બોનર્જી લગ્નના લગભગ 11 વર્ષ બાદ માતા-પિતા બન્યા છે. ગત તા. 3 એપ્રિલે ટીવી અભિનેત્રી દેબીના બેનર્જીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. આ સ્ટાર કપલે તેનું નામ લિયાના રાખ્યું છે.

ગુરમીત દેબીનાની પુત્રી લિયાનાને જન્મના પાંચમા દિવસે આ રોગ થયો હતો, અભિનેત્રીએ કર્યો ખુલાસો
Gurumeet Chaudhary & Debina Bonrajee (File Photo)

Follow us on

હાલમાં જ માતા બનેલી અભિનેત્રી દેબીના બોનરજીએ (Debina Bonrajee) તેની પુત્રી લિયાના વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે તેની યુટ્યુબ (YouTube) ચેનલ ‘ડેબીના ડીકોડ’ પર શેયર કરેલા એક વીડિયોમાં કહ્યું છે કે તેમની પુત્રીને જન્મના 5 દિવસ પછી જ કમળો થયો હતો. દેબીનાએ શેયર કર્યું છે કે લોહીની તપાસ બાદ તેની પુત્રી લિયાનાનું કમળાનું (Jaundice Disease) સ્તર 19 (15 ઉપર જોખમી છે) હતું. પુત્રી લિયાનાની તબિયત ખરાબ હોવાને કારણે તેને ઈન્ક્યુબેટરની બિલી લાઈટમાં રાખવામાં આવી હતી. આ ટ્રીટમેન્ટ વિશે વાત કરતાં દેબિનાએ કહ્યું, “આ દરમિયાન બાળકને માત્ર ડાયપર પહેરવામાં આવે છે અને તેમની આંખોને ચશ્માથી ઢાંકવામાં આવે છે જેથી પ્રકાશના કિરણો તેને નુકસાન ન કરે.”

અહીં વાયરલ વિડિયો જુઓ

દેબીના પોતાની દીકરીને ‘મિની ગુરુ’ કહે છે

દેબીના તેની પુત્રી વિશે વાત કરતી વખતે કહે છે કે, લિયાના ખૂબ જ શાંત બાળક છે અને તે બિલકુલ રડતી નથી. તેની પુત્રીની તુલના પતિ ગુરમીત સાથે કરતાં દેબીનાએ વીડિયોમાં આગળ કહ્યું કે, “લિયાનાએ ગુરુ (ગુરમીત)ની મુલાકાત લીધી છે, તે તેના જેવી જ છે, તેથી હું તેને મિની ગુરુ પણ કહું છું.” ટેલી વિશ્વના પ્રખ્યાત સ્ટાર કપલ ​​દેબીના અને ગુરમીતે ગત તા. 3 એપ્રિલના રોજ તેમની પુત્રીના જન્મના ખુશખબર ફેન્સ સાથે શેયર કર્યા હતા.

દેબીનાએ જણાવ્યું કે તેની પુત્રી લિયાનાને સારવાર માટે 2 બિલી લાઈટમાં રાખવામાં આવી હતી. આ વિશે જણાવતાં ‘ઝૂ’ એક્ટ્રેસે કહ્યું કે, ”હું ખૂબ જ તણાવમાં હતી. ગુરુને પણ લાગ્યું કે કંઈક ખોટું છે કારણ કે લિયાનાની આંખો પીળી થઈ ગઈ હતી. અમે અમારી જાતને દોષી ઠેરવતા હતા. કારણ કે અમને લાગતું હતું કે ઈલિયાનાને પહેલા ડૉક્ટર પાસે લાવવી જોઈતી હતી. પરંતુ બધાએ અમને ખાતરી આપી કે લિયાના ઠીક થઈ જશે. અમને કહેવામાં આવ્યું હતું કે 90 ટકા બાળકો કમળો સાથે જન્મે છે, અથવા તેઓ જન્મ્યા પછી તેમને તરત કમળો થઈ શકે છે.”

આ પણ વાંચો – ‘ગ્લોબલ ઈન્ફ્લુએન્સર’ની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી આલિયા, જાણો હોલીવુડના કયા સ્ટાર્સને રેસમાં પાછળ છોડી દીધા

Next Article