ગુજરાતી વેબ સિરીઝ ‘બસ, ચા સુધી’ પોતાની નવી સફર માટે તૈયાર

|

Mar 21, 2022 | 4:22 PM

"બસ ચા સુધી" - 1,2,3 સિઝન પછી "બસ ચા સુધી- નવી સફર" અને હવે "નવી સફર ભાગ ૨" દર્શકો સુધી પહોંચશે. આ નવી સફર કેટલાંક જાણિતા ચહેરાઓની સાથે નવા-નવા કલાકારો પણ લોકોનું મનોરંજન કરવા તૈયાર છે.

ગુજરાતી વેબ સિરીઝ  બસ, ચા સુધી પોતાની નવી સફર માટે તૈયાર
ગુજરાતી વેબ સિરીઝ 'બસ, ચા સુધી' આવી રહી છે નવી સફર

Follow us on

ઓટીટી (OTT )પ્લેટફોર્મ (platform) પર હવે ગુજરાતી વેબ સિરિઝ (Gujarati web series) પણ ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી રહી છે અને તેનું ઉદાહરણ છે ગુજરાતી વેબ સિરીઝ “બસ ચા સુધી” (Bas cha sudhi) ગુજરાતી વેબ સિરીઝ પોતાની નવી સફર માટે તૈયાર છે. ચાની ચૂસ્કી અને તેના પર થતી મધમીઠી વાતો અને બસ, આ જ વાતો વાતોમાં પ્રેમનો એકરાર અને ઇન્કાર! આ જ છે મસ્ત મઝાની વાતોની સફર “બસ ચા સુધી” 2018 માં શરૂ થયેલી ચાની આ સફર આમ કહીએ તો હવે તેના પાંચમાં ભાગમાં પહોંચી ગઈ છે. “આસ્થા પ્રોડક્શન” અને “બસ ચા સુઘી” માં જોડાયેલા દરેકે દરેક વ્યક્તિએ છેલ્લા 5 વર્ષથી એને બરકરાર રાખી છે.

પ્રોડ્યુસર (Producer) ‘ધૃષ્મા દોશી’ અને ડિરેક્ટર (Director) ‘હિરેન દોશી’નું કહેવુ છે કે જ્યારે અમે આ વેબ સિરીઝ બનવાનું વિચાર્યું ત્યારે અમને બધાં જ લોકોએ ના પાડી હતી કે ગુજરાતીમાં વેબ સિરીઝ ના બનાવાય. પરંતુ હિરેન દોશી અને આ વેબ સિરીઝ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ આ સાહસ કરવાનું નક્કી કર્યું અને આજે “બસ ચા સુઘી” એ ગુજરાતી વેબ સિરીઝમાં પોતાની અલગ છાપ છોડી શકી છે.

“બસ ચા સુધી” – 1,2,3 સિઝન પછી “બસ ચા સુધી- નવી સફર” અને હવે “નવી સફર ભાગ ૨” દર્શકો સુધી પહોંચશે. આ નવી સફર કેટલાંક જાણિતા ચહેરાઓની સાથે નવા-નવા કલાકારો પણ લોકોનું મનોરંજન કરવા તૈયાર છે. આ આખી સફરમાં પાત્રો ભલે બદલાયા પણ સ્પર્શ કદાચ દરેકમાં સરખો જ રહ્યો, એટલે એ દર્શકો ને ગમી અને પસંદ આવી અને કદાચ એટલે જ આ આવનારા ભાગની રાહ પણ સૌને આતુરતાથી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

શું હોઈ શકે છે આવનારી આ નવી સફરમાં ?

પાયલ અને કિશનના અજાણ્યામાંથી જાણીતા થવાની ચા સાક્ષી એ સફર નો આમ તો અંત હતો અથવા અંતરાલ હતો. બંને શક્યતાઓ રહેલી હતી, આ વાતમાં પાયલનું પાત્ર કિશનના જીવનમાં પાછું આવશે કે કિશન કોઈ નવી જ વાત શરૂ કરશે ? કે પછી બંનેની વાતો સમાંતર ચાલીને ત્રીજુ અને ચોથું પાત્ર પણ જોવા મળે. આ બધી શક્યતાઓ અને અનુમાનોના જવાબ હોય શકે છે “બસ ચા સુધી” નવી સફર ભાગ -૨”. યુવાવર્ગને આ વેબ સિરીઝ અત્યાર સુધી આકર્ષી શકી છે. ત્યારે નવી સિરીઝમાં કયા નવા વળાંકો, કયા નવા પાત્રો અને કઇ નવી પરિસ્થીતિ સર્જાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય

આ પણ વાંચોઃKutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો

Next Article