ગુજરાતી ફિલ્મ Welcome Zingadi આવતીકાલે થશે રિલીઝ, ‘ખિચડી’ સિરિયલથી પ્રખ્યાત બાપુજીનો જોવા મળશે અલગ અંદાજ

|

May 19, 2023 | 3:17 PM

ગુજરાતી ફિલ્મ વેલકમ જિંદગી (Welcome Zindagi) વૃદ્ધાવસ્થાના આરે આવેલા સનિયર સિટીઝનના આત્મ સન્માનની સ્ટોરી છે, 'ખિચડી' સિરિયલથી પ્રખ્યાત બાપુજીનો અલગ અંદાજ જોવા મળશે.

ગુજરાતી ફિલ્મ Welcome Zingadi આવતીકાલે થશે રિલીઝ, ખિચડી સિરિયલથી પ્રખ્યાત બાપુજીનો જોવા મળશે અલગ અંદાજ
Welcome Zindagi

Follow us on

ગુજરાતી ફિલ્મો અલગ અલગ વિષયો સાથે રજૂ થઈ રહી છે અને સારી બાબત એ છે કે અલગ અલગ પ્રકારના વિષયોને ખૂબ સરસ રીતે પડદા ઉપર રજૂ કરવામાં આવે છે. સિનિયર સિટિઝનની વેલકમ જિંદગીમાં (Welcome Zindagi) વાત કરવામાં આવી છે. ડિરેક્ટર ભાવેશ ગોરસિયાએ આ ફિલ્મમાં વૃદ્ધાશ્રમ સમાજમાં આશીર્વાદ રૂપ છે કે અભિશાપ રૂપ તે બાબતને હેમંત પારેખ એટલે કે અનંગ દેસાઈના માધ્યમથી રજૂ કરી છે. પોતાના બાળકોને પ્રેમ કરતા માતા-પિતા કેવી રીતે વૃદ્ધાશ્રમમાં શાંતિથી જીવી શકે છે. આ સ્ટોરી ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે.

અહીં જુઓ ટ્રેલર

શું છે ફિલ્મની સ્ટોરી

હેમંત પારેખ રિટાયર્ડ બેંક ઓફિસર છે. તેમની પત્નીનું અવસાન થાય છે. અવસાન બાદ 17 વર્ષના દીકરા માટે માતા-પિતા બંને હેમંત પારેખ એટલે કે અનંગ દેસાઈ જ છે. સામાન્ય કુટુબમાં બને છે તેમ દીકરો રોનક (ઉમંગ આચાર્ય) લગ્નલાયક થતા હેમંત પારેખ દીકરાની મનગમતી યુવતી આરોહી (એકતા ડાંગર) સાથે તેના લગ્ન કરે છે અને હેમંત પારેખ પોતાનું નિવૃત જીવન પોતાની વયના મિત્રો સાથે અલગ અલગ પ્રવૃતિઓમાં પસાર કરે છે. પરંતુ વહુ (એકતા ડાંગર) અમીર પરિવારની હોવાથી સસરાને ટોન્ટ મારવાનું ચૂકતી નથી. ત્યાર પછી શું થાય છે તે માટે તો વેલકમ જિંદગી ફિલ્મ જોવી જ રહી. આ સમગ્ર ફિલ્મમાં વૃદ્ધાશ્રમના લોકો કેવી રીતે જોડાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ

આ પણ વાંચો: Gujarati Film Remake: વશ પહેલા આ ગુજરાતી ફિલ્મોની પણ બની છે હિન્દી રિમેક, જુઓ લિસ્ટ

આવતીકાલે રિલીઝ થશે આ ફિલ્મ

આ ફિલ્મમાં વૃદ્ધાશ્રમ માત્ર સ્થળ તરીકે નહીં પરંતુ એક મહત્વના પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મ વેલકમ જિંદગીના ગીતો આ ફિલ્મની સ્ટોરીને આગળ વધારવામાં મદદ કરે છે. આ સાથે એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં અનંગ દેસાઈ, ઉમંગ આચાર્ય, ભરત ઠક્કર, પ્રશાંત બારોટ, સુનિલ વિશરાણી સહિતના કલાકારોએ તો સારું કામ કર્યું જ છે પરંતુ ફિલ્મની હિરોઈન એકતા એટલે કે આરોહી નેગેટિવ રોલમાં જોવા મળે છે તો બાળ કલાકાર કુંજ પણ સરસ ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ આવતીકાલે થિયેટરોમાં રિલીઝ થશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:08 pm, Thu, 18 May 23

Next Article