વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું ‘જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી’

|

Sep 10, 2021 | 9:57 AM

કૃષ્ણા અભિષેકની મામી સુનીતા આહુજાએ તાજેતરમાં જ હાસ્ય કલાકાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં સુનીતાએ તો ત્યાં સુધી કહ્યું કે તે ક્યારેય કૃષ્ણનો ચહેરો જોવા માંગતી નથી.

વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી
Govinda's wife Sunita, furious at Krushna Abhishek after doing the Kapil sharma show

Follow us on

કૃષ્ણા અભિષેકે (Krushna Abhishek) તાજેતરમાં ધ કપિલ શર્મા શોના (The Kapil Sharma Show) આગામી એપિસોડ માટે શૂટિંગ કર્યું નથી. કારણ કે તેમાં તેના મામા ગોવિંદા (Govinda) અને મામા સુનીતા આહુજા (Sunita Ahuja) આવ્યા હતા. આનું કારણ જણાવતા કૃષ્ણાએ કહ્યું હતું કે બંને તરફથી કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે સ્ટેજ શેર કરવા નથી માંગતા. તેમણે એમ પણ કહ્યું હતું કે મામા અને ભાણીયા વચ્ચેનો જૂનો વિવાદ હજુ ઉકેલાયો નથી.

ભલે ગોવિંદાએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હોય, પરંતુ તેની પત્ની સુનીતાએ ચોક્કસપણે તેના પર પ્રતિક્રિયા આપી. ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા સુનીતાએ કહ્યું કે, ‘કૃષ્ણાએ મારા પરિવાર અને મારા શો પર જે પણ કહ્યું છે તે જાણીને મને ઘણું ખરાબ લાગે છે. તેમણે કહ્યું કે બંને પક્ષો મંચ શેર કરવા માંગતા નથી. ગયા વર્ષે નવેમ્બરમાં ગોવિંદાએ એક નિવેદન બહાર પાડ્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જાહેરમાં તેમના અંગત જીવન વિશે ક્યારેય વાત કરશે નહીં. તેમણે સજ્જનની જેમ પોતાનું વચન પાળ્યું. મેં વિચાર્યું કે મારે આ બાબતથી દુર રહેવું જોઈએ, પરંતુ હવે મુદ્દો એ તબક્કે પહોંચી ગયો છે જ્યાં મને લાગે છે કે તેના વિશે વાત કરવી જરૂરી છે.

સુનિતાએ આગળ કહ્યું, ‘જ્યારે પણ અમે શોમાં આવીએ છીએ, ત્યારે તે પબ્લીસીટી માટે મીડિયામાં અમારા વિશે કંઈક ન કંઈક કહે છે. આ બધું કહેવાનો શું ફાયદો? પારિવારિક બાબતની ચર્ચા પબ્લિક પ્લેસમાં કરવાનો કોઈ ફાયદો નથી. ગોવિંદા કદાચ આ અંગે પ્રતિક્રિયા નહીં આપે, પરંતુ તે મને ઘણું દુ:ખ થાય છે. તેના વિના પણ અમારો શો હિટ રહ્યો છે અને આ પણ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કૃષ્ણાના ટેલેન્ટ પર નિશાનો

સુનીતા અહીં જ અટકી નહીં, તેણે કૃષ્ણાને વધુ નિશાન બનાવતા કહ્યું, ‘તેનું કોમિક ટેલેન્ટ માત્ર તેના મામાના નામનો ઉપયોગ કરવા સુધીની છે. તે કહેતો રહે છે, મારા મામા આ છે, મારા મામા તે છે. શું તે તેના મામાના નામનો ઉપયોગ કર્યા વિના શોને હિટ બનાવવા માટે પ્રતિભાશાળી નથી?

સુનીતા માને છે કે બંને પક્ષો તરફથી ચાલી રહેલા વિવાદનો ક્યારેય અંત આવશે નહીં કારણ કે આ બાબત 3 વર્ષથી વધી રહી છે. સુનીતાએ કહ્યું, ‘ત્રણ વર્ષ પહેલા મેં કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કંઈ ઠીક થશે નહીં. તું એ પરિવારનું નામ બદનામ ન કરી શકે. જેણે તને ઉછેરીને મોટો કર્યો છે. અમે ઉછેર કરીને તને મોટો કર્યો છે તો માથે બેસીને ગેરવર્તન કરીશ. શું થાત જો મારી સાસુના મૃત્યુ પછી મેં તેને ઘરમાંથી કાઢી મુક્યો હોત તો? જેમણે તેમને ઉછેરીને મોટા કર્યા, તમે તેની સાથે ગેરવર્તન પર ઉતરી આવ્યા છો.

અંતમાં સુનીતાએ કહ્યું, ‘હું છેલ્લે એટલું જ કહીશ કે આ મામલો હવે ક્યારેય ઉકેલાશે નહીં અને હું મારા જીવનમાં ક્યારેય કૃષ્ણાનો ચહેરો જોવા માંગતી નથી.’

 

આ પણ વાંચો: Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

આ પણ વાંચો: શું રાજકારણમાં આવવા માંગે છે કંગના? જવાબ આપતા અભિનેત્રીએ ખુલ્લેઆમ કહી દીધી દિલની વાત

Next Article