Goodbye First Look: Amithabh Bachchanનો ફર્સ્ટ લુક થયો લીક, રશ્મિકા મંદાના પણ દેખાઈ સાથે

GoodBye ના સેટ પરથી ફિલ્મના લૂકનો તેનો એક ફોટો લીક થઈ ગયો છે. આ ફોટોમાં બિગ બી રશ્મિકા મંદના (Rashmika Mandana) સાથે જોવા મળી રહ્યા છે.

Goodbye First Look: Amithabh Bachchanનો ફર્સ્ટ લુક થયો લીક, રશ્મિકા મંદાના પણ દેખાઈ સાથે
Amitabh Bachchan
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:45 PM

Goodbye First Look: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) તાજેતરમાં તેની આગામી ફિલ્મ ગુડબાય (GoodBye)નું શૂટિંગ કરી રહ્યા છે. તેવામાં સેટ પરથી ફિલ્મના લૂકનો એક ફોટો લીક થઈ ગયો છે. આ ફોટોમાં બિગ બી મંદાના (Rashmika Mandana) સાથે જોવા મળી રહ્યા છે.

 

Goodbye First Look Amithabh Bachchan

 

તાજેતરમાં ફ્લોર પર ગયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે નીના ગુપ્તા (Neena gupta) અને રશ્મિકા મંદાના પણ અભિનય કરતી જોવા મળશે. રશ્મિકાના ફેન એકાઉન્ટ પર આ ફોટો મૂકવામાં આવ્યો છે. જેમાં રશ્મિકા અને બિગ બી એક જ ફ્રેમમાં દેખાયા રહ્યા છે. ગૂડબાયના સેટ પરથી લીક થયેલા આ ફોટોમાં મહાનાયક પિન્ક શર્ટ અને ડાર્ક ગ્રીન હાફ જેકેટમાં જોવા મળી રહ્યા છે, જ્યારે રશ્મિકા ગ્રે ટોપમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં અન્ય બીજી વ્યક્તિ પણ જોવા મળી રહી છે જે બન્નેને કંઈક બતાવી રહ્યા છે.

 

આ અગાઉ પણ અભિતાભ બચ્ચન અને નીના ગુપ્તાએ ગૂડબાયના શૂટિંગ વખતેના તેમના ફોટો શેર કર્યા હતા. અમિતાભ બચ્ચને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું કે સવારે સાત વાગે કામ તરફ જઈ રહ્યો છું. બીજા લોકડાઉન બાદ કામનો પહેલો દિવસ.. સ્થિતિ હજુ પણ વધુ સારી થતી રહેશે.

સાથે નીનાએ પણ પોતે શૂટિંગ પર પરત ફરી છે તે દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પોતાની વેનિટી વેન તરફ જઈ રહી છે.

 

 

આ પણ વાંચો: Sourav Ganguly: ક્રિકેટના ‘દાદા’ પર બનશે ફિલ્મ, આ બોલિવુડ સ્ટાર ગાંગુલીના પાત્રનો અભિનય કરશે