ગહના વશિષ્ઠ સાથે આ શું થયું? ફોટો શેર કરીને અભિનેત્રીએ પોલીસ પર લગાવ્યા આવા ગંભીર આરોપો

ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે ગહનાની અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ્સ દ્વારા પ્રસારણ કરવા બદલ ધરપકડ કરી હતી. હાલમાં તે જામીન પર બહાર છે. ગહનાએ હવે એક તસ્વીર શેર કરીને પોલીસ પર આરોપ લગાવ્યો છે.

ગહના વશિષ્ઠ સાથે આ શું થયું? ફોટો શેર કરીને અભિનેત્રીએ પોલીસ પર લગાવ્યા આવા ગંભીર આરોપો
Gehana Vasisth has shared a photo of her torn clothes and accused the Mumbai police
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:32 AM

અભિનેત્રી ગહના વસિષ્ઠ (Gehana Vasisth), જેણે ‘ગંદી બાત’ નામની વેબ સિરીઝ સહિત અન્ય ઘણા ટીવી શો અને વિડીયોમાં કામ કર્યું છે, તેણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગહાના પણ રાજ કુન્દ્રાના પોર્ન ફિલ્મ નિર્માણ કેસમાં (Raj Kundra Pornography Case) આરોપી છે. ગહનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે. ગહનાએ જે ફોટો શેર કર્યો છે તેમાં તેના કપડા ફાટી ગયા છે.

આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું છે કે, ‘પોલીસે મારી આ દુર્દશા કરી છે. મારા તમામ બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. પૈસા નથી. હું ઘરે જઈ શકતી નથી. કારણ કે જો હું ઘરે જઈશ તો પોલીસ ફરી મારી ધરપકડ કરશે. બધા મોબાઇલ અને લેપટોપ મારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. છેલ્લી વખત મારે જામીન માટે કાર ગીરવી મુકવી પડી હતી.

આગળ ગહનાએ લખ્યું છે કે, ‘હું કેટલાક અજાણ્યા લોકો સાથે રહું છું. ઘર પર અજાણ્યા લોકોએ કબજો જમાવ્યો છે. વકીલની ફી પણ અન્ય લોકો પાસેથી ઉધાર લઈને ચૂકવવામાં આવે છે. મુંબઈ પોલીસ આનાથી વધુ શું કરશે? હવે શું વધુ નુકસાન કરશે?’

‘આજે મારો સમય ખરાબ છે, કાલે તમારો સમય ખરાબ હશે’

ગહના વશિષ્ઠે આ પોસ્ટમાં આગળ લખ્યું છે, ‘તેમ છતાં જો તમારું મન ન ભરાય તો મારા પર ખોટા આક્ષેપો કરો. એક દિવસ બધું બહાર આવી જશે. તમે મારી સામે જે છોકરીને ઉભી કરી છે. એક દિવસ સત્ય ચોક્કસપણે બહાર આવશે. મારી પાસે મારા મોબાઇલમાં બધું છે. પણ તમે લોકોએ તે જપ્ત કર્યો છે. વાંધો નહીં… આજે મારો સમય ખરાબ છે, કાલે તમારો સમય ખરાબ રહેશે… હું હાર માનવાની નથી.’

ફેબ્રુઆરીમાં ગહનાની ધરપકડ કરવામાં આવી હતી

ફેબ્રુઆરીમાં મુંબઈ પોલીસે (Mumbai Police) ગહનાની અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ્સ દ્વારા પ્રસારણ કરવા બદલ ધરપકડ કરી હતી. તેને ચાર મહિના સુધી કસ્ટડીમાં રાખવામાં આવી હતી. હાલમાં તે જામીન પર બહાર છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ગહનાએ રાજને ટેકો આપ્યો અને લોકોને પોર્ન અને શૃંગારિક વિડીયો વચ્ચેનો તફાવત સમજવા કહ્યું.

 

આ પણ વાંચો: Bad News: વિકી કૌશલ-સારા અલી ખાનની ફિલ્મ ‘અશ્વત્થામા’એ 30 કરોડની ખોટ કરી, ફિલ્મ થઈ બંધ

Published On - 7:46 am, Sun, 29 August 21