Gangubai Kathiawadi: સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) કોઈપણ ફિલ્મ હોય અને વિવાદ ના હોય તેવુ શક્ય નથી. જો કે તેઓ ઐતિહાસિક ફિલ્મો બનાવતા હોવાથી તેમાં વિરોધ થવો સ્વાભાવિક છે. ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ સામે પણ કોર્ટમાં અરજી થઈ હતી, ત્યારે આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) આ અંગે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટ ફિલ્મ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે,”25 ફેબ્રુઆરીએ ફિલ્મ કોઈપણ અવરોધ વિના રિલીઝ થશે.”
#UPDATE | Post the dismissal of petitions against the film ‘Gangubai Kathiawadi’, the Bombay High Court in its order said, “the film will release on February 25, without any hindrance.”
— ANI (@ANI) February 23, 2022
એડવોકેટ અશોક સરગીએ કહ્યું હતુ કે તેઓ પૂર્વોત્તર રાજ્યો વિશે ચિંતિત છે કારણ કે માત્ર શારીરિક દેખાવને કારણે જ ઉત્તરપૂર્વના લોકો ચીન સાથે જોડાયેલા છે. “હું કોઈ મોટી વસ્તુ માંગતો નથી, તમે શા માટે આપણા જ લોકો (પૂર્વોત્તર)ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગો છો ?”વધુમાં તેણે કહ્યું કે તે આ ફિલ્મની રિલીઝની વિરુદ્ધ નથી.
ભણસાલી પ્રોડક્શનના વકીલ રવિ કદમે કહ્યું કે અજ્ઞાનતાના આધારે અરજીને ફગાવી દેવી જોઈએ. આ વિસ્તારમાં પરંપરાગત ચીની ડોક્ટરો છે. તેને ઉત્તર પૂર્વના રહેવાસીઓ સાથે કોઈ લેવાદેવા નથી. જો હું દાંતની સમસ્યાનો સામનો કરવા માટે ચાઈનીઝ ડૉક્ટરને જોઉં, તો શું સમસ્યા છે ?
ઉપરાંત તેણે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે ફિલ્મમાં ડેન્ટિસ્ટનું બોર્ડ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે ચાઈનીઝ ડોક્ટર છે. કમાઠીપુરામાં ચીનનું કબ્રસ્તાન છે. આ અજ્ઞાનતા છે, જેથી આ અરજી ફગાવી જોઈએ. તમને જણાવવુ રહ્યુ કે મુંબઈની બે સૌથી જૂની ચાઈનીઝ રેસ્ટોરન્ટમાંની એક કમાઠીપુરામાં હતી. આ એક ઐતિહાસિક હકીકત છે. આ ફિલ્મ 1950ના દાયકા પર આધારિત છે. તેમજ આ ફિલ્મ પુસ્તકના એક પ્રકરણ પર આધારિત સત્ય ઘટના છે.
આ પણ વાંચો: સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો મોટો ખુલાસો, બોલિવુડની આ 3 અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ