Gandhi Jayanti 2021: ‘લગે રહો મુન્ના ભાઈ’થી ‘ગાંધી માય ફાધર’ સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા

|

Oct 02, 2021 | 6:52 PM

Gandhi Jayanti 2021: ગાંધીજીના જીવન વિશે ઘણી ન સાંભળેલી વાતો છે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ ગાંધીજીના જીવનના કેટલાક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gandhi Jayanti 2021: લગે રહો મુન્ના ભાઈથી ગાંધી માય ફાધર સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા
Gandhi Jayanti 2021

Follow us on

મહાત્મા ગાંધી (Mahatma Gandhi) એ ન ખાલી દેશને આઝાદી અપાવવામાં મદદ કરી, પરંતુ સમગ્ર વિશ્વને અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ, દરેક તેમને યાદ કરે છે. વિશ્વના લોકો મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલે છે. ગાંધીજીના જીવન વિશે ઘણી કથાઓ છે. લોકોએ તેમના વિશે ઘણી વાતો સાંભળી છે.

 

ગાંધીજીના જીવન વિશે ઘણી ન સાંભળેલી વાતો છે. જેના પર બોલિવૂડના ઘણા નિર્માતાઓએ ફિલ્મો બનાવી છે. દરેક ફિલ્મ નિર્માતાએ ગાંધીજીના જીવનના કેટલાક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે તમને તેમના પર બનેલી કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ગાંધી માઈ ફાધર (Gandhi, My Father)

નિર્દેશક ફિરોઝ અબ્બાસ ખાને ગાંધીજીના જીવન પર ફિલ્મ બનાવી. તેમણે ગાંધીજી અને તેમના પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધો પર એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું નામ ગાંધી માય ફાધર છે. ફિલ્મમાં દર્શન જરીવાલા મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે અક્ષય ખન્ના (Akshay Khanna)એ તેમના પુત્ર હીરાલાલની ભૂમિકા ભજવી હતી.

 

ગાંધી (Gandhi)

વર્ષ 1982માં ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ ગાંધીજીના જીવન પર ફિલ્મ ગાંધી બનાવી હતી. આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મમાં હોલીવુડ અભિનેતા બેન કિન્સલી (Ben Kingsley) ગાંધીના રોલમાં જોવા મળ્યા હતા.

 

લગે રહો મુન્ના ભાઈ (Lage Raho Munna Bhai)

જો ગાંધીજીની વિચારધારા પર કોઈ ફિલ્મ બની હોય તો તે લગે રહો મુન્ના ભાઈ છે. આ ફિલ્મે ગાંધીજીના વિચારોને એક અલગ વળાંક આપ્યો. તેને ગાંધીગીરી કહેવામાં આવી હતી. જોકે આ ફિલ્મમાં મુન્નાભાઈને ગાંધીજી દેખાવાનો ભ્રમ થાય છે. પરંતુ તે એક ક્રિમિનલની માનસિકતા બદલવામાં કામયાબ થાય છે.

 

ધ મેકિંગ ઓફ મહાત્મા

ફિલ્મ નિર્માતા શ્યામ બેનીવાલે મહાત્મા ગાંધીના તે દિવસોને મોટા પડદા પર બતાવ્યા હતા, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ફિલ્મમાં તે સમય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે તે આઝાદી માટે ભારત ન હોતા આવ્યા.

 

હે રામ (Hey Ram)

નિર્દેશક કમલ હસને (Kamal Haasan) ગાંધીજીની હત્યા અને દેશના ભાગલા બાદ થયેલા રમખાણો પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) સાથે અતુલ કુલકર્ણી, રાની મુખર્જી (Rani Mukerji), ગિરીશ કર્નાડ અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

 

આ પણ વાંચો :- Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

 

આ પણ વાંચો :- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

Next Article