અંકિતા લોખંડે અને ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહ વચ્ચેની દોસ્તીથી બધા વાકેફ છે. સંદીપ વિકી જૈનનો પણ સારો મિત્ર છે. અંકિતા સાથે તેની મિત્રતા પણ લાંબા સમયથી ચાલુ છે અને આજે પણ તે ટીવી એક્ટ્રેસ સાથે સારા બોન્ડ શેર કરે છે. પરંતુ, હાલમાં જ અંકિતા અને સંદીપનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અંકિતાનો પતિ વિકી જૈન પણ બંને સાથે જોવા મળી રહ્યો છે.
આ વીડિયોમાં અંકિતા સંદીપ પર ગુસ્સામાં જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલો વીડિયો અંકિતાના પતિ વિકી જૈનની બર્થડે પાર્ટીનો છે, જેના પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો અંકિતાને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે, તો ઘણા લોકો એક્ટ્રેસના ગુસ્સાને ઓવરએક્ટિંગ ગણાવી રહ્યા છે.
વાસ્તવમાં, વીડિયોમાં અંકિતા લોખંડેનો મિત્ર સંદીપ તેની સાથે મસ્તી કરતો જોવા મળે છે. અંકિતાએ વિક્કીની બર્થડે પાર્ટી માટે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જે ડ્રેસમાં પાછળથી હૂડી જેવો શેપ પણ છે. ત્યારે તેણીએ તેના માથા તે ઓઢી લે છે અને પેપ્સ સામે પોઝ આપી રહી હતી, જ્યારે સંદીપ આવે છે અને અંકિતાના માથા પર મૂકવામાં આવેલ હૂડ ખેંચે છે. અંકિતા આનાથી ખૂબ જ ચિડાઈ જાય છે અને ગુસ્સાથી લાલ-પીળી થતી જોઈ શકાય છે. વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે અંકિતા પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
વાયરલ ક્લિપમાં, અંકિતા પહેલા ગુસ્સે થઈ જાય છે અને પછી હસવા લાગે છે અને મીડિયા માટે પોઝ આપે છે. બીજી તરફ અભિનેત્રીને ચિડાઈ ગયેલી જોઈને તેનો પતિ વિકી જૈન સંદીપ સિંહ સાથે હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેને એક્ટ્રેસની ઓવરએક્ટિંગ ગણાવી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું – ‘સાચું કહું તો મને તેની ઓવરએક્ટિંગ પસંદ નથી.’ બીજાએ લખ્યું- ‘ઓવરએક્ટિંગની દુકાન છે.’ કેટલાકે અંકિતાને પણ સમર્થન આપ્યું હતું. અંકિતાના સમર્થનમાં એક યુઝરે લખ્યું – ‘કોઈ પણ વ્યક્તિ માટે કોઈ મહિલાના કપડા ખેંચવા યોગ્ય નથી.’
વીડિયો પરથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અંકિતાને તેના મિત્ર સંદીપની આ હરકત પસંદ નથી આવી અને તે તેનાથી ખૂબ ગુસ્સે થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા અભિનેત્રીએ તેના પતિ વિકી જૈનના જન્મદિવસ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તેણે તેના પતિ પર પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.