Indian Idol 12 રચશે ઇતિહાસ, જાણો 12 કલાક સુધી ચાલનાર ફિનાલે ક્યાં અને ક્યારે જોઈ શકાશે?

|

Aug 15, 2021 | 11:20 AM

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) વર્લ્ડ ટેલિવિઝનમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. દર્શકો અત્યાર સુધીનો સૌથી મોટો ફિનાલે જોવા જઈ રહ્યા છે.

Indian Idol 12 રચશે ઇતિહાસ, જાણો 12 કલાક સુધી ચાલનાર ફિનાલે ક્યાં અને ક્યારે જોઈ શકાશે?
For the first time in the history of India the Finale of Indian Idol 12 will run for 12 hours

Follow us on

સોની ટીવીનો (Sony Tv) સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) અને આ શોના ચાહકો વર્લ્ડ ટેલિવિઝનના ઇતિહાસમાં (In the History of World Television) અત્યાર સુધીનો સૌથી મોટો ફિનાલે જોવા જઈ રહ્યા છે. આ મ્યુઝિકલ ફિનાલે, જે 12 કલાક સુધી ટીવી પર ચાલશે, તે સૌથી લાંબો ચાલનારો ફિનાલે હશે. ઇન્ડિયન આઈડલ 12 નું ‘ધ ગ્રેટેસ્ટ ગ્રાન્ડ ફિનાલે’ 15 ઓગસ્ટના રોજ બપોરથી રાત સુધી પ્રસારિત થશે. સોનુ કક્કર, હિમેશ રેશમિયા અને અનુ મલિક હાલમાં આ સિંગિંગ-રિયાલિટી શોને જજ કરી રહ્યા છે. તો ચાલો એક નજર કરીએ કે આ શો ક્યારે અને ક્યાં જોઈ શકો છો.

ટેલિવિઝન દર્શકો સોની ટીવી પર ઈન્ડિયન આઈડલ 12 ની સમાપ્તિ જોઈ શકે છે. જો કે, જેમની પાસે ટેલિવિઝન નથી, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. 12 કલાક લાંબો આ રિયાલિટી શો સોનીની એપ SonyLIV પર પણ ઉપલબ્ધ થશે અને દર્શકો આ મ્યુઝિકલ કોન્સર્ટ આ એપ પર લાઇવ જોઈ શકશે. જો કે, દર્શકોએ સોની એપ માટે સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. તમે સબ્સ્ક્રિપ્શન વિના SonyLIV પર લાઇવ ટીવી જોઈ શકશો નહીં.

ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?

ઇન્ડિયન આઈડલ 12 નો ફિનાલે કયારે શરૂ થશે?

ઇન્ડિયન આઈડલ 12 નો ફિનાલે ટેલિકાસ્ટ બપોરે 12 વાગ્યે શરૂ થશે અને શો 12 વાગ્યા સુધી ચાલશે. નિર્માતાઓના મતે, ઇન્ડિયન આઈડલના આ 12 કલાક મનોરંજનથી ભરપૂર રહેશે.

ટોપ 6 ફાઇનલિસ્ટ વચ્ચે હશે છેલ્લી ટક્કર

ઇન્ડિયન આઈડલ 12 ના ગ્રાન્ડ ફિનાલેમાં શોના ટોચના 6 સ્પર્ધકો એટલે કે ઉત્તરાખંડના પવનદીપ રાજન (Pawandeep Rajan), કોલકાતાની અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal), વિઝાગની સન્મુખ પ્રિયા (Shanmukha Priya), ઉત્તરપ્રદેશના દાનિશ ખાન (Danish Khan), બેંગલુરુના નિહાલ (Nihal) અને મહારાષ્ટ્રની સાયલી કાંબલે (Sayli Kamble) છેલ્લી વખત એકબીજા સામે ટકરાતા જોવા મળશે. આ 6 સ્પર્ધકોમાંથી કોઈપણ એક સ્પર્ધક આખરે આઈડલની ટ્રોફી ઉપાડશે.

દર કલાકે 100 વોટ કરી શકાશે

10 મહિના લાંબો આ શો હવે તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયો છે. ઇન્ડિયન આઈડલ 12 ના વિજેતાની પસંદગી જાહેર મતદાનના આધારે કરવામાં આવશે. ચાહકો તેમના મનપસંદ સ્પર્ધકોને એક કલાકમાં 100 મત આપી શકે છે.

 

આ પણ વાંચો: આઝાદીના સમયે વિભાજનની વ્યથાને પડદા પર રજૂ કરતી આ 5 અદ્દભુત ફિલ્મો તમે જોઈ છે?

આ પણ વાંચો: ઐશ્વર્યા લેશે રેખાની જગ્યા? સંજય લીલા ભણસાલીની સિરીઝ હીરા મંડીમાંથી રેખા આઉટ, ઐશ્વર્યા ઇન!

Next Article