Aryan Khan Drugs Case : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીપી નેતા નવાબ મલિક એનસીબીની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. તેમણે NCB પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલા એનસીબીએ તેના જમાઈને ફસાવ્યા અને હવે આર્યન ખાનને ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની (Sameer Wankhede) બહેન યાસ્મીનનો ફોટો ટ્વિટ કર્યો છે. આ ફોટા અંગે નવાબ મલિકે પૂછ્યું છે કે ફ્લેચર પટેલ કોણ છે? ફ્લેચર પટેલ કોને ‘લેડી ડોન’ કહે છે ? આ મહિલા ડોનનો બોલીવુડ સાથે શું સંબંધ છે ? આ મહિલા ડોન સમીર વાનખેડે સાથે કેવી રીતે સંબંધિત છે ? વગેરે….સવાલો ઉઠાવ્યા હતા.
ફ્લેચર પટેલ અને યાસ્મીને મલિકને આપ્યો જવાબ
નવાબ મલિકે કહ્યું હતું કે, ફ્લેચર પટેલને (Fletcher Patel)સમીર વાનખેડેની બહેન યાસ્મીને ભાઈ માન્યો છે. પરંતુ એનસીબીએ(NCB) તેમને ઘણા કેસોમાં પંચ સાક્ષી બનાવ્યા છે. ત્યારે યાસ્મીન અને ફ્લેચર પટેલ બંનેએ આગળ આવીને નવાબ મલિકે (Nawab Malik) ઉઠાવેલા સવાલોના જવાબ આપ્યા છે. બંનેએ સમીર વાનખેડેને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.
જો નવાબ મલિક બિનજરૂરી આક્ષેપો કરશે તો હું માનહાનિનો દાવો કરીશ- યાસ્મીન
યાસ્મીન પટેલે નવાબ મલિકના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે, ‘મારો ભાઈ સારું કામ કરી રહ્યો છે. હું MNS સિને વિંગની ઉપાધ્યક્ષ છું. હું વકીલાત કરું છું. ફ્લેચર પટેલ મારા નજીકના ભાઈ છે. જો તેઓ મને ‘લેડી ડોન’ (Lady Don)કહે છે,તેમાં મને કોઈ વાંધો નથી. નવાબ મલિક પાયાવિહોણા આક્ષેપો ના કરો. જો નવાબ મલિક ભવિષ્યમાં આવા પાયાવિહોણા આક્ષેપો કરશે તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. વધુમાં કહ્યુ કે, અમે તેના બકવાસથી ડરતા નથી.
તેમના ભાઈ સમીર વાનખેડેના કામની પ્રશંસા કરતા યાસ્મીન પટેલે કહ્યું કે, ‘તેમનું કામ બોલે છે’. સમીર એક પ્રામાણિક અધિકારી છે. તેઓ તેમનો બધો સમય કામને આપે છે. નવાબ મલિકે પુરાવા સાથે બહાર આવવું જોઈએ. આ બધું કરીને તેઓ પોતાને જ શરમાવી રહ્યા છે.
આંતરિક દસ્તાવેજ તેમની પાસે કેવી રીતે પહોંચ્યા : ફ્લેચર પટેલ
નવાબ મલિકના પ્રશ્નોના જવાબમાં ફ્લેચર પટેલે કહ્યું કે, તેઓ 84 આર્મર્ડ રેજિમેન્ટના (Armored Regiment)ભૂતપૂર્વ નોન-કમિશન્ડ ઓફિસર છે. તેઓ સૈનિક ફેડરેશન નામની સંસ્થા ચલાવે છે. તે બાળપણથી જ વાનખેડે પરિવારને ઓળખે છે. તેમણે કહ્યું, ‘NCB અને સમીર વાનખેડે સારું કામ કરી રહ્યા છે. સૈનિક ફેડરેશન મુંબઈના પ્રમુખ હોવાથી તેઓ એનસીબીને મદદ કરે છે. દેશમાં ડ્રગ્સ લાવીને યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવવામાં આવી રહ્યા છે. NCB તેને નિયંત્રણમાં લાવવા માટે કામ કરી રહી છે.
ફ્લેચર પટેલે નવાબ મલિકને પુછ્યુ કે, પંચનામા જેવા આંતરિક દસ્તાવેજો તેમની પાસે કોણ લીક કરી રહ્યું છે ? ફ્લેચરે વધુમાં કહ્યું કે જો સમીર વાનખેડે તેને મદદ માટે બોલાવે તો પણ તે તરત જ હાજર થઈ જશે. તેણે કહ્યું કે તે કોઈની પણ મદદ કરી શકે છે. આ માટે તેને નવાબ મલિકની પરવાનગીની જરૂર નથી.
આ પણ વાંચો : Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ ” જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ”
આ પણ વાંચો : મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, ચાર દિવસમાં દોઢ રૂપિયા વધીને એક લિટરે ભાવ રૂ. 111.17 પહોંચ્યો