Vikram Vedha First Look: બર્થડે ના દિવસે હૃતિક રોશનના પાત્ર ‘વેધા’નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ

આ ફિલ્મ તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ વિક્રમ વેધાની (Vikram Vedha) હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મમાં આર મહાદેવન વિક્રમના રોલમાં અને વિજય સેતુપતિ વેધાના રોલમાં જોવા મળ્યા હતા.

Vikram Vedha First Look: બર્થડે ના દિવસે હૃતિક રોશનના પાત્ર વેધાનો ફર્સ્ટ લૂક થયો રિલીઝ
Hrithik Roshan
| Edited By: | Updated on: Jan 10, 2022 | 1:29 PM

છેલ્લા ઘણા સમયથી હૃતિક રોશનની (Hrithik Roshan) આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની (Vikram Vedha) હિન્દી રિમેકની ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મની સ્ટારકાસ્ટે પહેલા જ દરેકની ઉત્સુકતા વધારી દીધી હતી. આ ફિલ્મ વિશે જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક છે.

ગઈકાલે સાંજે તેના નિર્માતાઓએ જાહેરાત કરી હતી કે હૃતિકના જન્મદિવસ પર તે આ ફિલ્મમાં વેદના પાત્રનો દર્શકોને પરિચય કરાવશે. હવે ફેન્સની રાહ પૂરી થઈ છે. આ ફિલ્મમાં હૃતિકના પાત્ર પરથી પડદો હટાવ્યા બાદ ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે.

આ ફર્સ્ટ લુકમાં હૃતિક રોશન એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. રફ એન્ડ ટફ લુક જોઈને દરેક લોકો પાગલ થઈ જશે. તેની મોટી દાઢી છે અને તેની આંખો પર કાળા ચશ્મા છે. તેના વાળ પહેલા જેવા જ છે. તેને કાળા કુર્તા લોહીથી ખરડાયેલો લાગે છે કે તે ઓરિજિનલ જેવી જ એક્શન જોવા મળશે. વિક્રમ વેદ ઓરીજનલ મુવીમાં વેદનું પાત્ર વિજય સેતુપતિએ ભજવ્યું હતું. હૃતિકનો લુક તેની યાદ અપાવે છે પરંતુ હૃતિકનો પોતાનો પ્રભાવ અને પોતાનો ચાર્મ છે જે તેને આ લુકમાં પણ અલગ અને ખાસ બનાવી રહ્યો છે.

આ ફર્સ્ટ લૂક પોસ્ટર પોતાના ટ્વીટર પર શેર કરતી વખતે હૃતિકે માત્ર વેધા લખ્યું છે. તેણે પરિચય આપ્યો છે, તેના બાકી ફેન્સ માટે તો આ પોસ્ટર તેનો દિવસ બનાવશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે લખ્યું કે વિક્રમ વેધા હૃતિક રોશન વેધાના લુકમાં. તેણે હૃતિકને તેના જન્મદિવસની પણ શુભેચ્છા પાઠવી છે.

આ ફિલ્મ તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ વિક્રમ વેધાની હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મમાં આર મહાદેવન વિક્રમના રોલમાં અને વિજય સેતુપતિ વેધાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું દિગ્દર્શન એ જ નિર્દેશક કરી રહ્યા છે જેમણે મૂળ ફિલ્મ કરી હતી. તેનું નામ પુષ્કર ગાયત્રી છે.

વિક્રમનું પાત્ર સૈફ અલી ખાન ભજવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિક્રમનું પાત્ર ભજવી રહ્યો છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલો આ પહેલો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. સૈફનો ફર્સ્ટ લુક હજુ બહાર આવ્યો નથી. પરંતુ તેણે લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે. આમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જોવા મળશે. આજે હૃતિકનો જન્મદિવસ છે અને તેના જન્મદિવસ પર તેના ચાહકો માટે આનાથી મોટી સિદ્ધિ કંઈ હોઈ શકે નહીં.

આ પણ વાંચો : Happy birthday Hrithik Roshan: ‘કહો ના પ્યાર હૈ’થી નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટાની આ ફિલ્મથી કરવાનો હતો ડેબ્યુ, જાણો અભિનેતા સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા

આ પણ વાંચો : જૈકલીન ફર્નાન્ડિઝે પ્રાઈવેટ ફોટા લીક થવા પર કહી મોટી વાત, કહ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું, આવું ન કરો