Good News: ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનૂ પર બનશે ફિલ્મ, કોણ ભજવશે રોલ?

|

Aug 01, 2021 | 8:27 AM

મીરાબાઈ ચાનૂએ (Mirabai Chanu) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીત્યો છે. આવી સ્થિતિમાં મીરાબાઈની બધે પ્રશંસા થઈ રહી છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે મીરાબાઈ પર મણિપુરી ફિલ્મ બનાવવામાં આવશે.

Good News: ઓલિમ્પિક વિજેતા મીરાબાઈ ચાનૂ પર બનશે ફિલ્મ, કોણ ભજવશે રોલ?
Film will be made on Olympic winner Mirabai Chanu

Follow us on

આજે દરેક દેશવાસીને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) પર ગર્વ છે, જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે મોટાભાગના ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, પરંતુ મીરાબાઈ ચાનૂએ દેશને ગૌરવ અપાવ્યું છે. આવી સ્થિતિમાં, હવે દેશવાસીઓ મીરાબાઈના જીવનને વધુ નજીકથી જાણવા માંગે છે.

ખરેખર, ખાનગી સમાચાર સંસ્થાના સમાચારો અનુસાર, મીરાબાઈ ચાનૂના (Olympic Winner Mirabai Chanu) જીવન પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે. અને ખાસ વાત તો એ છે કે તે મણિપુરી ફિલ્મ હશે. હા, મીરાનું જીવન મણિપુરી સિનેમા દ્વારા બધાની સામે રજૂ કરવામાં આવશે.

મીરાબાઈ પર બનશે ફિલ્મ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

શનિવારે ઓલિમ્પિક વિજેતા અને ઈમ્ફાલની સેઉતી ફિલ્મ્સ પ્રોડક્શન્સ વચ્ચે ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના નોંગપોક કાચિંગ ગામમાં મીરાબાઈ ચાનૂના નિવાસ સ્થાને ફિલ્મ બનાવવા પર વાત થઇ. એટલું જ નહીં પણ ફિલ્મ બનાવવા માટે કરાર પણ કરવામાં આવ્યા છે. એટલે કે મીરાબાઈ ચાનૂ પણ ફિલ્મ બનાવવા માટે સંમત થયા છે. મીરાબાઈના જીવનનો દરેક સંઘર્ષ આ ફિલ્મમાં રજૂ કરવામાં આવશે.

કોણ ભજવશે મીરાબાઈનો રોલ?

તે જ સમયે, પ્રોડક્શન કંપની મનાઓબી MM ના ચેરમેને જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે આ ફિલ્મ અંગ્રેજી અને વિવિધ ભારતીય ભાષાઓમાં પણ ‘ડબ’ કરવામાં આવશે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ ફિલ્મ માટે અમે એવી છોકરી શોધી રહ્યા છીએ જે મીરાબાઈ ચાનૂના રોલને બંધબેસતી હોય, જે મીરા જેવી લાગતી હોય. શૂટિંગ શરૂ કરવામાં થોડો સમય લાગશે. હવે દેશવાસીઓને આ ફિલ્મ બતાવવામાં આવશે, કે કેવી રીતે મીરાબાઈ ચાનૂએ રાત -દિવસ મહેનત કરીને તેમજ ઘણી મુશ્કેલીઓને બાજુ પર રાખીને દેશ માટે મેડલ જીત્યો છે.

તમને જણાવી દઈએ કે મીરાબાઈ ચાનૂ ઓલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.

 

આ પણ વાંચો: Shocking: રાજ કુંદ્રા કેસથી શિલ્પા શેટ્ટીને થઇ રહ્યું છે અધધધ નુકસાન, આંકડો જાણીને ચોંકી જશો

આ પણ વાંચો: Photos: Nora Fatehi જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, ફેન્સ જોઈને ચોંકી ઉઠ્યા

Next Article