Mumbai : બોલિવૂડમાં કોરોનાનો કહેર યથાવત, ફિલ્મ નિર્માતા એકતા કપૂર થઈ કોરોના સંક્રમિત

ફિલ્મ અને સિરીયલ નિર્માતા એકતા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેણે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આ માહિતી આપી છે.

Mumbai : બોલિવૂડમાં કોરોનાનો કહેર યથાવત, ફિલ્મ નિર્માતા એકતા કપૂર થઈ કોરોના સંક્રમિત
Ekta kapoor infected from covid 19
| Edited By: | Updated on: Jan 03, 2022 | 2:56 PM

Mumbai : મુંબઈમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે હાલ બોલિવૂડમાં (Bollywood) પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કરીના કપૂર, અર્જુન કપૂર (Arjun kapoor) અને અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) બાદ ફિલ્મ નિર્માતા એકતા કપૂર કોરોના સંક્રમિત થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે.

કોરોના પોઝિટિવ હોવાની ફેન્સને આપી માહિતી

એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ચાહકો સાથે તેના કોવિડ પોઝિટિવ (Corona Positive) હોવાની માહિતી શેર કરી હતી. તેણે લખ્યુ કે, કોરોના નિયમોનુ પાલન કરવા છતા હું કોરોના પોઝિટિવ આવી છુ,આ સાથે વિનંતી કરી છે કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવી લે.

એકતા કપૂરે કોરોના સંક્રમિત હોવાની પોસ્ટ કરતા જ ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેની પ્રાર્થના કરી રહ્યા છે. ગુનીત મોગાએ લખ્યું, “તમને ઘણો પ્રેમ @ektarkapo તમે થોડા જ સમયમાં ઠીક થઈ જશો. જ્યારે હિના ખાને લખ્યુ, ઝડપથી સ્વસ્થ થઈ જાઓ.

નાગિન સિરીયલનુ ટીઝર રિલીઝ થયુ

જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એકતા કપૂરની નાગિન સિરીયલની છઠ્ઠી સિઝન ટૂંક સમયમાં શરૂ થનાર છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 15 ના એક એપિસોડમાં નિર્માતાએ ટીવી સ્ક્રીન પર નાગિનની નવી સિઝનને લઈને એક સંકેત આપ્યો હતો. ત્યારે 2 જાન્યુઆરીના રોજ સિરીયલનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે.આ 22 સેકન્ડના આ ટીઝરમાં નાગિનની પહેલી ઝલક જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Bigg Boss 15 : રાખી સાવંતે તેજસ્વી પ્રકાશના બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો, કરણની ઊંઘ ઉડી ગઈ

આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન