Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો

|

Aug 29, 2021 | 8:22 PM

શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારને કારણે ઘણી હેડલાઇન્સમાં છે. શ્રદ્ધાના પિતા અને અભિનેતા શક્તિ કપૂરે હવે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Shraddha Kapoor અને રોહનનાં લગ્નના સમાચાર પર પિતા શક્તિ કપૂરએ શું આપી પ્રતિક્રિયા, જાણો
Rohan Shreshtha, Shraddha Kapoor, Shakti Kapoor

Follow us on

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ (Rohan Shreshtha) સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે શ્રદ્ધાની તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ હવે અભિનેત્રીના પિતા શક્તિ કપૂરે (Shakti Kapoor) તેના વિશે વાત કરી છે. શક્તિ કપૂર કહે છે કે જ્યારે શ્રદ્ધા લગ્ન કરશે ત્યારે તે ખૂબ ખુશ થશે. પરંતુ તે શ્રદ્ધા પર નિર્ભર કરે છે કે તે ક્યારે લગ્ન કરવા માંગે છે.

એક ઈન્ટરવ્યુમાં વાત કરતા શક્તિએ કહ્યું કે રોહન પણ તેના પરિવારની ખૂબ નજીક છે. જોકે, રોહને હજુ સુધી તેમને શ્રદ્ધા સાથે લગ્ન કરવાનું કહ્યું નથી. તેણે કહ્યું, ‘હું રોહનના પિતાને ઘણા વર્ષોથી ઓળખું છું. રોહન અમારા ઘરે આવતો રહે છે, પરંતુ તેણે મને ક્યારેય શ્રદ્ધા સાથે લગ્ન કરવાનું કહ્યું નથી. આમ પણ, આજના બાળકો પોતે બધું નક્કી કરે છે. જો શ્રદ્ધા મને કહે કે તેણે પોતાના માટે પાર્ટનર શોધી લિધો છે અથવા તો પુત્ર સિદ્ધાંત પણ તો હું રાજી ખુશીથી બંને સાથે સંમત થઈશ. હું ના પાડું શું કામે ? ‘

ઇચ્છા છે દીકરી લે સમજીને નિર્ણય

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શક્તિએ આગળ કહ્યું, ‘પરંતુ આ સમયે બાળકો તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. લગ્ન એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે અને આ દિવસોમાં લોકો જે રીતે બ્રેકઅપ કરી રહ્યા છે તેનાથી મને ઘણો ફરક પડે છે, તેથી લગ્ન કરતા પહેલા તમારે કાળજીપૂર્વક વિચારવું જોઈએ.

પુત્રીની કારકિર્દીને નિયંત્રિત કરતા સમાચારો પર કરી વાત

તમને જણાવી દઈએ કે એવા અહેવાલો હતા કે શક્તિ શ્રદ્ધાની કારકિર્દીને નિયંત્રિત કરે છે, જેના પર અભિનેતાએ કહ્યું કે, ‘ઘણા લોકોએ મને પૂછ્યું કે શું હું શ્રદ્ધાને અભિનેત્રી બનાવવા નહોતો માંગતો, પરંતુ જણાવી દઉ કે એવું નથી. હું ફક્ત તેને શાઈન કરતી જોવા માંગુ છું. તે ખૂબ મહેનતુ અને પ્રતિભાશાળી છોકરી છે. હું શ્રદ્ધાને ગોલ્ડન ગર્લ કહું છું.

સમય સાથે આવે બદલાય

શક્તિ કપૂરે કહ્યું કે અમારા સમયમાં અને આજના સમયમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેમના બાળકોને જે સ્ક્રિપ્ટ મળી હતી, તે તેમને મળી નથી. શક્તિએ કહ્યું, ‘જ્યારે મેં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે દરેક માટે અલગ અલગ રોલ હતા જેવા કે કોમેડિન, વેમ્પ, વિલન અને લીડ. પણ આજના સમયમાં હીરો પણ વિલન બની શકે છે, હિરોઇન આઇટમ નંબર કરી શકે છે અને વિલન પણ છેલ્લે સુધી સારો છોકરો બની શકે છે.

 

આ પણ વાંચો:- કોરોનાથી જંગ જીત્યા બાદ Aniruddh Dave ફરશે કામ પર પરત, કહ્યું- લાંબા વિરામ બાદ કામ કરવા માટે ઉત્સાહિત છું

આ પણ વાંચો:- Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

Next Article