આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા આજે બોલીવુડના બહેતરીન અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ના ઘરે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત આવકવેરા વિભાગે સમગ્ર ટીમ સાથે છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જ્યાં હવે સોનુ સૂદના ચાહકો આ દરોડાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ સર્વે દરમિયાન આવકવેરા વિભાગની ટીમ સોનુ સૂદ પાસે આયથી વધું સંપત્તિ છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરી રહી હતી. આ સર્વે દરમિયાન આવકવેરા વિભાગે સોનુ સૂદ પાસેથી કંઈ જપ્ત કર્યું નથી.
अगर शोहरत मिले तो #सोनूसूद बनना, #कंगना नहीं।
आज फिर से कहता हूं।#IndiaWithSonuSood— Surya Pratap Singh IAS Rtd. (@suryapsingh_IAS) September 15, 2021
ભૂતપૂર્વ IAS સૂર્યપ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે લખ્યું છે કે “જો તમને ખ્યાતિ મળે તો સોનુ સૂદ બનો, કંગના નહીં. આજે ફરી કહું છું. #IndiaWithSonuSood, અમે તમને જણાવી દઈએ કે, આ સર્વેની શરૂઆત થયા પછી, ટ્વિટર પર સોનુ સૂદના ચાહકોએ સરકાર વિરુદ્ધ વાત કરતા અનેક પ્રકારના ટ્વીટ કર્યા હતા.
https://twitter.com/SimranjitKaur07/status/1438154399331741700?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438154399331741700%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fafter-the-income-tax-raid-at-sonu-sood-house-the-fans-of-the-actor-got-furious-read-this-special-tweet-826230.html
સિમરનજીત કૌર નામની એક યુઝરે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ” સોનુ સૂદે જેટલી મદદ લોકોને કરી હતી, જો તેણે તેના 10% નાણાં ભાજપના ફંડમાં નાખ્યા હોત, તો આજે સોનુ સૂદની પદ્મશ્રીની ફાઈલ ખુદ અમિત શાહજી તૈયાર કરત.”
बताओ आज तक उनकी फोटो यहाँ पे नहीं छपी जहाँ सोनू की छपी है तो छापा नहीं पड़ेगा क्या pic.twitter.com/E19jqdAM1E
— Ashok Sarot (@ashok_sarot) September 15, 2021
ટ્વિટર યુઝર અશોક સરોત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી જેમાં સોનુ સૂદની તસ્વીર વિમાન પર લગાવવામાં આવી હતી. આ તસ્વીર શેર કરતા તેણે લખ્યું કે “આજ સુધી તેમનો ફોટો અહીં નથી છપાયો જ્યાં સોનુનો ફોટો છપાયો છે, તો છાપો નહી પડે”
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદને દિલ્હી સરકારના મેંટરશિપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. જે સતત બાળકોને માર્ગદર્શન આપતા જોવા મળશે. સોનુ સૂદે આ બેઠક બાદ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. અભિનેતાએ કહ્યું હતું કે અભિનેતા તરીકે તેમની પાસે હજુ ઘણું કામ છે, જેના કારણે તે અત્યારે તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
તેમણે લોકોને કોવિડ -19 દરમિયાન ભોજન, રહેવા અને ઘરે જવા માટે ઘણી મદદ કરી હતી. અભિનેતાએ મીડિયાથી દૂર રહીને લાખો લોકોને મદદ કરી હતી. અભિનેતાએ 1 કલાકની અંદર સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ કરી હતી. જેના કારણે લોકો તેમને મસીહા કહેવાનું શરુ કરી દિધું હતું. આવકવેરા વિભાગની આ તપાસ કેટલા દિવસો સુધી ચાલે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો :- Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું
આ પણ વાંચો :- Into the Wild with Bear Grylls: બેયર ગ્રિલ્સ સાથે વિક્કી કૌશલ જંગલમાં બતાવશે એક્શન, અજય દેવગન પણ શોમાં મળશે જોવા