સૈફ અને સારા અલી ખાનનું શાનદાર બોન્ડિંગ જોઈને ચાહકો કહી રહ્યા છે, ‘Aww .. Moment’

સારા અલી ખાનનો (Sara Ali Khan) બાળપણનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણી પિતા સૈફ અલી ખાન સાથે રમતી જોવા મળી રહી છે. આ વાયરલ વિડીયો નિહાળ્યા બાદ લોકો સારાની ક્યૂટનેસના દીવાના બની ચૂક્યા છે.

સૈફ અને સારા અલી ખાનનું શાનદાર બોન્ડિંગ જોઈને ચાહકો કહી રહ્યા છે, Aww .. Moment
Sara Ali Khan (Childhood Photo)
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:07 PM

સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની સફર અને પરિવાર સાથે મસ્તી કરતી વખતે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં, સારા અને તેનો ભાઈ ઈબ્રાહિમ તેની માતા અમૃતા સિંહ (Amruta Singh) સાથે રહે છે અને ઘણીવાર પિતા સૈફ અલી ખાન સાથે સમય પસાર કરતા જોવા મળે છે. નાનપણમાં સારા તેના પિતા સૈફ અલી ખાનનફિલ્મના સેટ પર જતી હતી. તાજેતરમાં, સારા અલી ખાનના બાળપણનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સારા તેના પિતા સૈફ અલી ખાન સાથે જોવા મળી રહી છે.

આ વાયરલ વીડિયોમાં નાની સારા અલી ખાનની ક્યૂટનેસ જોઈને તેના ફેન્સ વધુ દીવાના થઈ ગયા છે. એક પ્રશંસકે લખ્યું, ‘સૈફના તમામ બાળકો ખૂબ જ સુંદર છે.’ તે જ સમયે બીજાએ લખ્યું, ‘બેબી સારા સૈફની બહેન સોહા અલી ખાન જેવી લાગે છે.’ આ વીડિયોને જોઈને કેટલાક યુઝર્સ સૈફ પર પણ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘યંગ સૈફ બિલકુલ ડિઝની વર્લ્ડના કોઈ સ્ટાર જેવો દેખાય છે.’

આ વાયરલ વીડિયોમાં સારા અલી ખાન ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને સૈફ તેની કાળજી લેતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં એવું લાગે છે કે, તેણી ફક્ત 1 વર્ષની જ હશે. વીડિયોમાં ખુરશી પર બેઠેલી અને નારંગી રંગનું ફ્રોક પહેરીને બે નાનકડી પિગટેલ હેરસ્ટાઇલમાં સારા અલી ખાન જોવા મળે છે. સૈફ તેની સાથે બેસીને તેની સંભાળ લઈ રહ્યો છે. સૈફ સારાને પાણી પીવડાવવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ સારાનું ધ્યાન બીજે છે. આ દરમિયાન કોઈ આવે છે અને સારાને એક પુસ્તક આપે છે, જેને જોઈને સારા ખુબ ખુશ થઈ જાય છે.

સારા અલી ખાનના આ વીડિયો પર ચાહકોએ વરસાવ્યો અઢળક પ્રેમ 

સૈફ અલી ખાન શૂટિંગની વચ્ચે બ્રેક લઈને દીકરી સારા સાથે મસ્તી કરવા આવ્યો છે. પિતા અને પુત્રી સેટ પર ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. આ વીડિયો સૈફ અલી ખાનની ફિલ્મ ‘ઓલવેઝ’ના શૂટિંગ દરમિયાનનો છે. સૈફની આ ફિલ્મ વર્ષ 1997માં આવી હતી. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ સારાને ‘બ્યુટીફુલ’, ‘ક્યૂટ’, ‘ડોલ’, ‘પ્રીટી’ તો કેટલાકે ‘ઢીંગલી’ તરીકે પણ સંબોધિત કરી છે.

સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. સારા છેલ્લે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને ધનુષ લીડ રોલમાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવી છે.

આ વાયરલ વિડીયો જોયા બાદ શું તમે પણ ‘aww’ કહેવા માંગશો ?? તો નીચે અમારા કમેન્ટ બોક્સમાં જઈને કહી શકો છો..

આ પણ વાંચો – Pratik Gandhi Humiliated: પ્રતિક ગાંધીનો મુંબઈ પોલીસ પર મોટો આરોપ, કહ્યું મારો કોલર પકડીને ગોડાઉનમાં બંધ કર્યો