ટોલીવુડ (Tollywood) જગતની સૌથી સફળ ગણાતી અભિનેત્રી સામન્થા રૂથુ પ્રભુ (Samantha Ruthu Prabhu) અત્યારે સફળતાનાં શિખરો સર કરી રહી છે. સામન્થા તાજેતરમાં નાગા ચૈતન્ય (Naga Chaitnya) સાથે તેના છૂટાછેડા પછી, તેણી મોટી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સાથે સતત કોન્ટ્રાકટ મેળવી રહી છે અને શાનદાર પરફોર્મન્સ આપી રહી છે. તેણી હિન્દી ફિલ્મોમાં પણ, લોકપ્રિયતા મેળવી ચુકી છે. પરંતુ હવે, ‘કાથુ વાકુલા રેન્દુ કાધલ’ જેવી તમિલ ફિલ્મ (Tamil Film) પસંદ કરવા બદલ ચાહકો તેણીથી થોડા નારાજ થયા છે. જ્યારે તેણી અત્યારે એવું સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણી અક્કીનેનીના સમર્થન વિના તેની કારકિર્દી ફરીથી સફળ બનાવી શકશે.
આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ મુખ્ય ભૂમિકામાં છે. તેણીના ચાહકોને લાગે છે કે વિજય સેતુપતિ અને નયનતારાના નામ પર પ્રમોશન કરવામાં આવી રહ્યું છે અને સામન્થા ફિલ્મમાં સેકન્ડ લીડ જેવી લાગે છે.
જો આ ફિલ્મ હિટ થાય છે, તો ચોક્કસ નયનતારા ફિલ્મની બધી ક્રેડિટ લઈને જતી રહેશે અને સામન્થાને બાજુ પર ધકેલી દેવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન વિગ્નેશ શિવાને કર્યું છે જે નયનતારાનો બોયફ્રેન્ડ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે આ ફિલ્મને સંપૂર્ણપણે નયનતારા કેન્દ્રિત બનાવી છે.
તેથી, આવી ફિલ્મનો હિસ્સો બનવા માટે સામન્થા સહમત થઇ, આ વાત તેણીના ફેન્સને બિલકુલ પણ પસંદ આવી રહી નથી. આ ફિલ્મ તેને કોઈ ફાયદો અપાવશે નહીં અને તેની બાજુથી ખરાબ પસંદગી છે તેવો સામન્થાના ચાહકોનો અભિપ્રાય છે. હાલ એ જોવાનું રહ્યું કે, સામન્થા આ ફિલ્મમાં તેની ભૂમિકા કેવી રીતે ભજવે છે અને જો ફિલ્મ તકે હિટ થઈ જાય તો તેને શું ફાયદો થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 6:23 pm, Fri, 15 April 22